Abtak Media Google News
  • લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટની પ્રવૃત્તિથી મુલાકાતીઓ થયા અવગત
  • ‘પોટ ઓફ લાઈફ’ મેકિંગ, ‘ફ્લાવર મેકિંગ ફ્રોમ સિંગલ યુઝ વેસ્ટ પ્લાસ્ટિક’ અને ‘કિચન ગાર્ડન’ જેવી પ્રવૃત્તિઓ શીખવાનો મુલાકાતીઓમાં ઉત્સાહ
  • મીશન લાઈફ પહેલનો ઉદેશ વર્ષ 2028 સુધીમાં 100 કરોડ જેટલા દેશવાસીઓ પર્યાવરણનું જતન કરે

 

ગુજરાત સરકારનાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા રાજકોટનું રીજીયોનલ સાયન્સ સેન્ટર, માધાપર ખાતે ઈશ્વરીયા પાર્કની બાજુમાં આશરે 10 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ છે અને જાહેર જનતા તેનો ભરપુર લાભ લઇ રહી છે.ભારત સરકારના નીતિ આયોગના મીશન લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટને ધ્યાને લઈને વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અપનાવવાનો સંદેશ મુલાકાતીઓ અને બાળકોને પાઠવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021ની યુનાઈટેડ નેશન્સ  ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ કે જે ‘કોપ 26’ તરીકે ઓળખાય છે, તે વખતે કહ્યું હતું કે ’ કશઋઊ ’ શબ્દ, એટલે ‘લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ’. આજે આપણે સૌએ એક બની અને લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટને એક કેમ્પેઇન રૂપે આગળ લઇ જવાની જરૂર છે. આ એક પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીની એક માસ મુવમેન્ટ બની શકે છે. મીશન લાઈફ પહેલ લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્મેન્ટ, આ પહેલના દ્રષ્ટિકોણને માપી શકાય તેવી અસરમાં ફેરવવા માટે છે.

મીશન લાઈફ પહેલનો ઉદેશ વર્ષ 2022 થી લઈને વર્ષ 2028 સુધીમાં 100 કરોડ જેટલા દેશવાસીઓ અને બીજા ગ્લોબલ સિટીઝન્સને પર્યાવરણના જતન માટે વ્યક્તિગત અને સહિયારા પ્રયાસો કરવા માટે પ્રેરિત કરવાનો છે.

Img 20230604 Wa0017

લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટની પ્રવૃત્તિમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘પોટ ઓફ લાઈફ’ મેકિંગ, ‘ફ્લાવર મેકિંગ ફ્રોમ સિંગલ યુઝ વેસ્ટ પ્લાસ્ટિક’ અને ‘કિચન ગાર્ડન’ જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી ભારત સરકારના નીતિ આયોગની પહેલ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટને પ્રોમોટ કરી પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અપનાવવા માટે અને પર્યાવરણનુ જતન કરવા માટે મુલાકાતીઓને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Img 20230604 Wa0020

પ્લાસ્ટિક વેસ્ટ અને કિચન ઓર્ગેનિક વેસ્ટ મારફત ફેલાતા રાસાયણિક પ્રદુષણને ઓછું કરવા અને એક હેલ્ધી, સસ્ટેનેબલ અને પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અપનાવવા માટે મુલાકાતીઓ અને બાળકોને પ્રેરિત કરવામાં આવે છે અને ભારત સરકારની લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ પહેલને વધુ ને વધુ લોકો સુધી પહોચાડવા માટે અને તેના ઉમદા આશયોને ફળીભૂત કરવા માટે રીજીયોનલ સાયન્સ સેન્ટર- રાજકોટ પોતાના પ્રયાસો થકી સતત કાર્યશીલ છે અને કટીબદ્ધ છે.

 

બાળકો અને મુલાકાતીઓને મિશન લાઈફથી અવગત કરાય છે: દિપ્તીબેન હરખાણી

01

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ મીશન લાઈફ પ્રોજેક્ટ મેનેજર દિપ્તીબેન હરખાણીએ જણાવ્યું કે, મુલાકાતીઓ અને બાળકોને મીશન લાઈફ અંગે માહિતી આપવામાં આવે છે અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવવી, કચરાના નિકાલમાં ઘટાડો કરવો, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ ફેલાવવા આવે છે.પ્રવૃત્તિઓમાં છાણ, માટી અને સુકા ઘાસના તણખલા માંથી મુલાકાતીઓ અને બાળકોના હાથે કુંડા બનાવવામાં આવે છે જેને ‘પોટ ઓફ લાઈફ’ નામ આપવામાં આવે છે. બાળકો અને મુલાકાતીઓ આ કુંડાઓ બનાવીને હેલ્ધી લાઈફસ્ટાઈલ અને સસ્ટેનેબલ લીવીંગ માટે પ્રેરિત થાય છે. આ ઇકોફ્રેન્ડલી પોટ ઓફ લાઈફમાં ઘરના રસોડા માંથી નીકળતા શકભાજીના કચરામાંથી ઘર મેળે સેન્દ્રીય ખાતર બનાવી અને તેમાં કિચન ગાર્ડન વિકસાવવાની પ્રવૃત્તિ મુલાકાતીઓ અને બાળકો સાથે કરાવવામાં આવે છે, જેમાં કિચન વેસ્ટ માંથી ખાતર બનાવવાની પદ્ધતિનુ લાઈવ નિદર્શન કરાવવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.