Abtak Media Google News
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
  • 15 માર્ચથી લાગુ થતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે

નેશનલ ન્યૂઝ : લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. નવા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. અગાઉ, કેન્દ્રએ 21 મે, 2022ના રોજ કિંમતોમાં ઘટાડો કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી.

તેમણે લખ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારોનું કલ્યાણ અને સુવિધા તેમનું લક્ષ્ય છે.Whatsapp Image 2024 03 15 At 08.48.26 0C436995

લોકસભા ચૂંટણી પહેલા ગુરૂવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા સસ્તું થયું છે. આજે અગાઉ રાજસ્થાન સરકારે રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાથી ઉપભોક્તા ખર્ચમાં વધારો થશે અને ડીઝલ પર ચાલતા 58 લાખથી વધુ ભારે માલસામાન વાહનો, 6 કરોડ કાર અને 27 કરોડ દ્વિચક્રી વાહનોના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, એમ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.