Abtak Media Google News

તા. ૧૫.૩.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ સુદ  છઠ, કૃત્તિકા  નક્ષત્ર, વિષ્કુમ્ભ  યોગ, કૌલવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.

વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ)  : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

સિંહ (મ,ટ) :  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે ,મધ્યમ દિવસ.

મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય,વિશેષ પ્રતિભા કેળવી શકો.

કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

–૨૫ માર્ચના ધુળેટી સાથે સાથે મંદ છાયા ચંદ્રગ્રહણ આવી રહ્યું છે

સૂર્ય મહારાજ મીન રાશિમાં પ્રવેશી ચુક્યા છે અને અગાઉ લખ્યા મુજબ ઘટનાક્રમ તેજીથી આગળ વધી રહ્યો  છે! આગામી ૨૪ માર્ચના વ્રતની પૂનમ અને હોલિકા દહન આવી રહ્યું છે જયારે ૨૫ માર્ચના રંગોત્સવ ધુળેટી સાથે સાથે  મંદ છાયા ચંદ્રગ્રહણ આવી રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું નથી પણ તેની વૈશ્વિક અસરો જોવા મળશે! આ જ દિવસે બુધ મહારાજ જે મીનમાં નીચસ્થ ચાલી રહ્યા હતા અને શેરબજાર પર તેની વિપરીત અસર બતાવી ચુક્યા છે તે મેષ રાશિમાં પ્રવેશ કરશે, બુધના મેષમાં આવવા થી વેપાર વાણિજ્યની બાબતોમાં સારો સમય જોવા મળશે. મંદ છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી પરંતુ આ ગ્રહણની ઘેરી અસર વિશ્વ પર જોવા મળશે વળી ભારતવર્ષ આ સમયમાં ચૂંટણીપર્વ ઉજવી રહ્યું છે માટે ગ્રહણનો પ્રભાવ આ સમયમાં જોવા મળે! આ ગ્રહણમાં સૂર્ય બુધ અને ચંદ્ર રાહુ કેતુથી પ્રભાવિત થાય છે બુધ સાથે હોવાથી આયાત નિકાસ અને શેર બજાર અને બેન્કિંગ પર તેની અસર પડતી જોવા મળે અને માટે જ આ મહિનામાં કેટલીકે ગાઈડ લાઇન્સ અને તેના લીધે શેરબજાર પર વિપરીત અસર જોવા મળી હજુ આગામી દિવસોમાં રોકાણકારોએ વધુ સાવધાનીથી ચાલવાનું રહેશે!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—-૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.