Abtak Media Google News

જામકંડોરણા મા સવારથી જ વાદળો ની સાંતાકુકડી વચ્ચે બપોર પછી ધમાકેદાર એન્ટ્રી થતાં  જામકંડોરણા ૫૫મીમી   વરસાદ નોધાયો છે.જામકંડોરણા સહિત ગુજરાતભર મા ભારે આગાહી વચ્ચે છેલ્લા બેત્રણ દિવસ થી થયા આકાશ મા વાદળો નો ડહોળ યથાવત રહ્યો હતો .

Advertisement

આજેપણજામકંડોરણા  સવારે એકાદ વરસાદી ઝાપટુ પડી જતાં જામકંડોરણા પંથક ના ખેડૂતો ની આશા જીવંત હતી પણ મન મુકી વરસાદ આજે બપોર પછી ૫૫મીમી જેટલો વરસાદ   પડતાં લોકો મા આનંદ ની લાગણી વર્તાય છે વરસાદ થતાં જામકંડોરણા પંથકમાં  વાતાવરણ આહલાદક બન્યું હતું વરસાદી વાતાવરણ વચ્ચે નયનરમ્ય નજારો જામકંડોરણા ની પ્રજા  માણ્યો હતો. આ વરસાદ થતાં ઠંડક ની લહેર પ્રસરી ગઈ છે.

ચાલું વર્ષે ૨૯ જુન ને ૨૧ મીમી વરસાદ થયો હતો આ અંગે જામકંડોરણા મામલતદાર કચેરી કંટ્રોલરૂમમાં થી મળતી વિગત અનુસાર આગળ નો ૩૩ મીમી અને આજનો ૫૫ મીમી વરસાદ નોધાતા મોસમ નો કુલ વરસાદ ૮૮ મીમી થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.