Abtak Media Google News

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઝુલુશ નિકળશે

કરબલામાં ઇમામ હુશેન અલીએ 7ર લોકો સાથે શહાદત વહોરી હતી. આ દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ગઇકાલે તાજીયા પડમાં આવ્યા હતા. દરમિયાન આજે ઝુલુસ નીકળ્યું હતું. મોડી રાતે તાજીયા ટાઢા પડશે.

રાજ્યના મુસ્લીમ બિરાદરો દ્વારા આજે મહોરમ મનાવવામાં આવશે. ઇસ્લામી હિજરી સન 61 અને દસમી મહોર્રમ શુક્રવારના દિવસે મેદાને કરબલામાં હઝરત ઇમામ હુસૈને શહાદત વ્હોરી હતી. તેની યાદમાં ઠેર ઠેર તાજીયાનું આયોજન કરાયા છે.હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના સ્થાપક હઝરત મુહમ્મદના નાના પૌત્ર હતા. તેમની શહાદત મોહરમના 10મા દિવસે અથવા આશુરાના દિવસે થઈ હતી. હઝરત ઈમામ હુસૈને પોતાના ઈસ્લામના રક્ષણ માટે 72 સાથીઓ સાથે શહાદત આપી હતી. તેમના પરિવારના સભ્યો પણ તેમાં સામેલ હતા.  આ બલિદાનની યાદમાં મોહરમ ઉજવવામાં આવે છે.

ઈતિહાસમાં કહેવામાં આવ્યું છે કે, મોહરમ મહિનાની 10 તારીખે ઈમામ હુસૈન અને યઝીદની સેના વચ્ચે કરબલાની લડાઈ થઈ હતી. કરબલા ઇરાકનું એક શહેર છે. આશૂરાના દિવસે ઇસ્લામ ધર્મના શિયા સમુદાયના લોકો તાજિયા કાઢે છે. તાજીયા કાઢીને માતમ મનાવવામાં આવે છે.  જે જગ્યાએ હઝરત ઇમામ હુસૈનની કબર બનેલી છે ત્યાં એક જ પ્રકારના તાજિયા બનાવીને જુલુસ કાઢવામાં આવે છે.

આ શોભાયાત્રામાં લોકો શોક વ્યક્ત કરે છે. સરઘસમાં ભાગ લેનારાઓ કાળા વસ્ત્રો પહેરે છે. શોક મનાવતી વખતે લોકો કહે છે કે યા હુસૈન,  હમ ન હુએ. એનો અર્થ એ થયો કે હઝરત ઈમામ હુસૈન, અમે બધા દુ:ખી છીએ. કરબલાની લડાઈમાં અમે તમારી સાથે નહોતા, નહીંતર અમે પણ ઇસ્લામની રક્ષા માટે અમારા પ્રાણની આહુતિ આપી દીધી હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.