Abtak Media Google News

આ સંયુકત સાહસનું ડિજિટલ કનેકશન અ બ્રુકફિલ્ડ, જિયો અને ડિજિટલ કંપની તરીકે બ્રાન્ડિંગ કરાશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એઆજે ભારતમાં ડેટા સેન્ટરો વિકસાવવા માટે સ્થાપવામાં આવેલા ભારતીય સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સમાં બ્રૂકફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ રિયલ્ટી સાથે મૂડીરોકાણ કરવા માટેના કરાર કર્યા હોવાની જાહેરાત કરી છે. આરઆઇએલ તેમના દરેક ભારતીય જઙટતમાં 33.33% હિસ્સો ધરાવશે અને સમાન ભાગીદાર બનશે. ડિજિટલ રિયલ્ટી ટ્રસ્ટ, ઇન્ક. (ડિજિટલ રિયલ્ટી) 27 દેશોમાં 300થી વધુ ડેટા સેન્ટર્સ સાથે વૈશ્વિક સ્તરે ક્લાઉડ અને કેરિયર ન્યુટ્રલ ડેટા સેન્ટર, કોલોકેશન અને ઇન્ટરકનેક્શન સોલ્યુશન્સના સૌથી મોટા પ્રોવાઇડર છે.

તેઓ બ્રૂકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંયુક્ત સાહસ (જેવી) ધરાવે છે, જે ભારતમાં એન્ટરપ્રાઈઝ અને ડિજિટલ સર્વિસ કંપનીઓની મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પહોંચી વળવા માટે હાઇ ક્વોલિટી, હાઇલી કનેક્ટેડ, સ્કેલેબલ ડેટા સેન્ટર્સ વિકસાવી રહ્યા છે.આરઆઇએલ આ સંયુક્ત સાહસમાં સમાન ભાગીદાર બનશે. આ સંયુક્ત સાહસનું’ડિજિટલ કનેક્શન: અ બ્રુકફિલ્ડ, જિયો અને ડિજિટલ રિયલ્ટી કંપની’ તરીકે બ્રાનિ્ંડગ કરવામાં આવશે.

આ સંયુક્ત સાહસ હાલમાં ચેન્નાઈ અને મુંબઈના મહત્વના સ્થળોએ ડેટા સેન્ટરો વિકસાવી રહ્યું છે. ચેન્નાઈમાં 100 મેગાવોટ કેમ્પસમાં સંયુક્ત સાહસનું પ્રથમ 20 મેગાવોટ (ખઠ) ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર (ખઅઅ10) વર્ષ 2023ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સંયુક્ત સાહસે તાજેતરમાં મુંબઈમાં 40 મેગાવોટનું ડેટા સેન્ટર બનાવવા માટે 2.15 એકર જમીન સંપાદન કરવાની જાહેરાત કરી હતી. આ ડેટા સેન્ટરની ભૌગોલિક સ્થિતિને પરિણામે આ ડેટા સેન્ટર ક્રિટિકલ ટેરેસ્ટ્રિયલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ અંડરસી કેબલ સાથે જોડાયેલા હશે અને ભારતીય કંપનીઓ માટે વૈશ્વિક કનેક્ટિવિટીનું હબ તથા બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે ભારતનું પ્રવેશદ્વાર પણ બનશે.

ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા આગામી કેટલાક વર્ષોમાં અનેક ગણી વધવાની ધારણા છે. ભારતીયો પહેલેથી જ વૈશ્વિક સ્તરે સૌથી મોટા મોબાઈલ ડેટા ઉપભોક્તાઓમાં સામેલ છે. ઓટીટી પ્લેટફોર્મ્સ અને ગેમિંગ તથા હાલ 5-જી સેવાઓ શરૂ કરવાની ગતિવિધિઓ જેવી વિવિધ ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા સાથે ડેટા સેન્ટર્સમાં નોંધપાત્ર વધારો થશે. ઉદ્યોગો દ્વારા 5-જીના ઉપયોગ અપનાવવાથી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) જેવી ડેટા-ઇન્ટેન્સિવ ટેક્નોલોજીસને અપનાવવામાં આવશે. જનરેટિવ એઆઇ ટેક્નોલોજીમાં ચાલી રહેલી નવીનતાઓને હાર્ડવેર અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સક્ષમ કરવામાં આવી રહ્યા છે અને પરિણામે આની જરૂરિયાત અભૂતપૂર્વ રીતે વધતી જ રહેવાની છે.

દેશમાં પર્સનલ ડેટાના લોકલાઇઝેશન ઉપર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ પરિબળો દેશની ડેટા સેન્ટર અને કમ્પ્યૂટ કેપેસિટીની જરૂરિયાતોમાં નોંધપાત્ર વધારો કરશે. આ કરાર અંગે બોલતા જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના સીઇઓ કિરણ થોમસે જણાવ્યું હતું કે, અમે વૈશ્વિક સ્તરે સૌથી નવીન ડેટા સેન્ટર કંપનીઓમાંની એક ડિજિટલ રિયલ્ટી અને અમારા વર્તમાન અને વિશ્વસનીય ભાગીદાર બ્રૂકફિલ્ડ સાથે ભાગીદારી કરતી વેળાએ ઉત્સાહિત છીએ. આ ભાગીદારી અમને અમારા એન્ટરપ્રાઇઝ અને એસએમબી ક્લાયન્ટ્સને ક્લાઉડમાંથી વિતરિત અત્યાધુનિક, પ્લગ એન્ડ-પ્લે સોલ્યુશન્સ સાથે સેવા આપવામાં અને તેમને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ દોરી જવા તથા તેમને વધુ સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે.

અનોખા અને અત્યંત આકર્ષક ગ્રાહકો માટે અમે જે રીતના અનુભવો પૂરા પાડી રહ્યા છે અને હાઇ-ડેફિનેશન લાઇવ ક્ધટેન્ટ, એઆર/વીઆર અનુભવો, ક્લાઉડ ગેમિંગ, ઇમર્સિવ શોપિંગ અનુભવો અને ક્લાઉડ પીસી જેવી વિવિધ નવીનતા લાવી રહ્યા તેના માટે વિશાળ કમ્પ્યૂટ કેપેસિટીની જરૂરિયાતો હોય છે. અમે ડેટા સેન્ટર્સને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા અને તેમના વિકાસ અને કામગીરી માટે અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવવા બદલ ભારત સરકારનો આભાર માનીએ છીએ, જે 2025 સુધીમાં 1 ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્ર બનવાના ભારતના વિઝન માટે મહત્વપૂર્ણ છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.