Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને અધિકારીઓ તૈયારીઓમાં ગળાડૂબ, તેવામાં એક અધિકારીના આળસુ વલણ સામે કલેકટરની લાલ આંખ

કલેકટરે વીઆઈપી વ્યવસ્થામાં ઢીલી કામગીરીને પગલે એક ડે. કલેકટરને ઉધડા લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને અધિકારીઓ તૈયારીઓમાં ગળાડૂબ છે. તેવામાં એક અધિકારીના આળસુ વલણ સામે કલેકટરે લાલ આંખ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27ના રોજ રાજકોટ આવવાના છે. તેઓની મુલાકાતને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓની કોર કમિટીની આગેવાનીમાં 22 કમિટીઓ હાલ કામે લાગેલી છે.

તેવામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ગત શુક્રવારના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી.

આ બેઠકમાં વીઆઇપી વ્યવસ્થામાં ઢીલી કામગીરીને કારણે એક ડે. કલેકટરનો જિલ્લા કલેકટરે ઉધડો લીધો હતો. બીજી તરફ જિલ્લા કલેકટરે સ્પષ્ટ શબ્દોમાં આવી બેદરકારી કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે તેવો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.