Abtak Media Google News

શેર હોલ્ડિંગસના સેબીના ધારા-ધોરણોથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓફર ટુ સેલ મારફતે હિસ્સો વેચવા તૈયાર

ડેન નેટવર્ક્સ અને હાથવે કેબલનો કુલ રૂ.1122 કરોડનો હિસ્સો વેચાશે

દેશની સૌથી મોટી કંપનીમાની એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઇએલ) હાથવે કેબલ અને ડેન નેટવર્ક્સનો હિસ્સો વેચવા માટે મજબૂર બની છે. (ઓએફએસ) ઓફર ટુ સેલ મારફતે હિસ્સો વેચવા તૈયાર થઈ છે. હાથવે કેબલ અને ડેન નેટવર્ક્સનો અનુક્રમે ₹ 853 કરોડ અને ₹ 269 કરોડનો એમ કુલ રૂ. 1122 કરોડનો હિસ્સો વેચશે.

જિઓ ક્ધટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન હોલ્ડિંગ્સ પ્રા. લિમિટેડ, જિઓ ઇન્ટરનેટ ડિસ્ટ્રિબ્યુશન હોલ્ડિંગ્સ પ્રા. લિમિટેડ અને જિઓ કેબલ અને બ્રોડબેન્ડ હોલ્ડિંગ્સ પ્રા. લિમિટેડ, હાથવે કેબલ એન્ડ ડેટાકોમ લિમિટેડના પ્રમોટર્સ એક  338 મિલિયન શેર અથવા 19.1% હિસ્સો વેચશે. જેની ફ્લોર પ્રાઈઝ ₹ 25.25 અને કુલ કિમંત 853,45 કરોડ છે.

જિઓ ફ્યુચરિસ્ટિક ડિજિટલ હોલ્ડિંગ્સ પ્રા.લિ. લિમિટેડ, જિઓ ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન હોલ્ડિંગ્સ પ્રા. લિમિટેડ અને જિઓ ટેલિવિઝન ડિસ્ટ્રિબ્યુશન હોલ્ડિંગ્સ પ્રા. લિમિટેડ ડેન નેટવર્ક્સ લિમિટેડમાં 55.5 મિલિયન શેર અથવા 11.63% હિસ્સો વેચશે, તેની ફ્લોર પ્રાઈઝ ₹ 48.50 છે જેની કુલ કિંમત ₹ 269.18 કરોડ છે.

ઉલ્લેખનીય છે કે, સેબીના હોલ્ડિંગસના ધારા-ધોરણોના લીધે રિલાયન્સ આ શેર વેચવા મજબૂર બની છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબી દ્વારા નક્કી કરાયેલ ધારા મુજબ કંપનીઓમાં ન્યુનતમ જાહેર હોલ્ડિંગ પ્રાપ્ત કરવાનો છે. હાલ હાથવે કેબલ એન્ડ ડેટાકોમમાં પ્રોમોટર્સનો હિસ્સો 94.09% છે. જેમાંના 10% ઓફર્ડ શેર રિટેઈલ રોકાણકારો માટે અનામત રાખવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.