ડાઈવરસીફિકેશન દ્વારા રિલાયન્સની નિર્ભરતા ઈશા, અનંત અને આકાશ તરફ!!!

પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ અને રિટેલ એસ્ટેટનો વ્યવસાય મુકેશ અંબાની તેના સંતાનોને સોંપશે

 

અબતક, નવીદિલ્હી

કોઈ પણ વ્યવસાયને  મોટા પાયે જ્યારે વિકસિત કરવો હોય ત્યારે તેનો વારસો વારસદારોને યોગ્ય સમયે ટોપ વો ખૂબ જ જરૂરી બની જતો. હાલ આ મુદ્દાને દરેક ઉદ્યોગપતિઓ ગંભીરતાથી લઇ રહ્યા છે ત્યારે મા અને સમગ્ર વિશ્વમાં પોતાનો પગદંડો જમાવનારા રિલાયન્સના મુકેશ અંબાણી પણ તેનો વ્યવસાય તેના ત્રણ સંતાનોને સોપવા તરફ આગળ વિચાર કરી રહ્યા છે. હાલના તબક્કે રિલાયન્સ ડાઈવરસીફિકેશન તરફ આગળ વધી રહ્યું છે. સ્થિતિને ધ્યાને લઇ મુકેશ અંબાણી તેનો 217 બિલિયન ડોલરનો વ્યવસાય અને જે સામ્રાજ્ય ઊભું કર્યું છે તેમાં પેટ્રોકેમિકલ,ટેલીકોમ અને રિટેલ એસેટ ને તેના ત્રણ સંતાન ઈશા, અનંત અને આકાશને સોંપસે.

ઝીરો ડેબટ કંપની બન્યા બાદ રિલાયન્સ ઇ-કોમર્સ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માટે સતત કાર્ય કરી રહ્યું છે એટલું જ નહીં રિલાયન્સે ફેસબુકમાં પણ સ્ટેક ની ખરીદી કરી છે. આ સમયમાં રિલાયન્સ રિટેલ ક્ષેત્રની સાથોસાથ ઈ-કોમર્સ ક્ષેત્રમાં પણ આવી રહ્યું છે ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે ડાઈવર્સીફાઇડ વ્યવસ્થાને વધુ વિકસિત કરવા માટે વ્યવસાયનો ભાર તેના વારસદારોને યોગ્ય સમયે આપવો જોઈએ જેથી વ્યવસાય વધુ ઝડપે આગળ વધી શકે. જે સમયે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ની ભાગદોડ સંભાળી ઉદ્યોગને આગળ ધપાવ્યો હતો ત્યારે તેમના દ્વારા એક ભૂલ કરવામાં આવી હતી અને ભૂલ એ કે તેને તેના વારસદારોને જે યોગ્ય સમયે વ્યવસાય તો આપવો જોઈએ તે ના સોંપ્યો પરિણામે અનેક પ્રકારના પ્રશ્નો પણ ઉદભવી થયા હતા. ત્યારે આવનારા સમયમાં આ પ્રકારની ભૂલ ન થાય તે માટે મુકેશ અંબાણી રિલાયન્સ નો વ્યવસાય તેના ત્રણ સંતાનોને સોંપવા માટે તૈયારી કરી રહ્યા છે. રિલાયન્સનો મર્મ એ જ છે કે, ભરોસો કેળવવો નિર્ભરતા કેળવવી ત્યારે આવનારા સમયમાં જે વ્યવસાય ઇશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી સંભાળશે ત્યારે તેમના પર નો વિશ્વાસ અને તેમના પરની નિર્ભરતા ખૂબ જ હકારાત્મક રહેશે. થેન્ક્સ પરિવારને પણ એ વાતનો ભરોસો છે કે ત્રણેય સંતાનો દ્વારા રિલાયન્સ નું સુકાન ખૂબ યોગ્ય રીતે સંભાળ લેવામાં આવશે અને કંપનીને હજુ ઉચ્ચ શિખરો સુધી સર કરાવવામાં મદદરૂપ સાબિત થશે.