સાયલામાં રૂ.34.64 કરોડની  બ્લેકટ્રેપ ખનીજચોરીનો પર્દાફાશ

20થી વધુ ખનિજ માફિયાઓ સામે પોલીસે ધોસ બોલાવતા ખનિજ ચોરોમાં ફફડાટ

 

અબતક,સબનમ ચૌંહાણ, સુરેન્દ્રનગર

નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી સ્કોડ,સાયલા પોલીસ સ્ટેશનની ટીમ તથા ખાણ ખનીજના અધિકારીઓની સંયુકત ટીમ બનાવી સાયલા તાલુકાના સુદામડા ગામે ગેરકાયદેસર રીતે ચાલતી કાળા પથ્થરાક ટ્રેપ)ની ખાણમાં રેઇડ કરતા ખાણમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા એકસકેવેટર મશીન નંગ-05, ડમ્પરો નંગ-13 કી.રૂ. 4,05,00,000 નો મુદ્દામાલ ઝડપી લઇ, મસમોટી કરોડોની ખનીજચોરીનો પર્દાફાસ કરી અને સદરહુ જગ્યાની માપણી કરતા ગેરકાયદેસર રીતે ખોદકામ કરી કાળો પથ્થર (બ્લેક ટ્રેપ) 8,67,556.93 મેટ્રીક ટન જેની કમ્પાઉન્ડ ફી સાથે કિ.રૂ.34,64,34,984/-ની કિમતની ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી લેતા ખનીજ માફીયાઓ તથા આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સપાટો  બોલાવ્યો છે.

ચાલુ ખાણમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહેલ એકસકેવેટર નંગ-05 તથા ડમ્પર નંગ13 કિ.રૂ. 04.05,00,000/- (ચાર કરોડ પાંચ) લાખ તેમજ સ્થળ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા માપણી કરાતા કુલ 8,67,556.93 મેટ્રીક ટન કાળો પથ્થર (બલેક ટ્રેપ) જેની કિં.3,34,64,34,9844 -ની ખનીજ ચોરી થયેલ હોય જેથી આ મસમોટી ખનીજ ચોરીને અંજામ આપનાર તમામ ખનીજ માફીયાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રેન્જ આઈ.જી સંદિપસિંહનો સપાટો: ખનીજ ચોરીના સાધનો  સહિત કરોડોનો મુદામાલ જપ્ત

સંદીપસિંહ , નાયબ પોલીસ મહાનિરીક્ષક  રાજકોટ રેન્જનાઓ દ્વારા ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન તથા વહન કરતા ખનીજ માફીયાઓ પર ધોરણસરની કાર્યવાહી થવા સુચના કરેલ હોય જે અન્વયે  મહેન્દ્ર બગડીયા  પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગરનાઓએલીંબડી ડિવીઝનમાંમળી આવતા ખનીજ જેવા કે કાર્બોસેલ,રેતી,કાળો પથ્થર(બ્લેક ટેપ) વિગેરે જેવા ખનીજનું ગેરકાકાયેસર રીતે ખનીજ નું ખનન તથા વહન કરતા માફીયાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા અમો,સી.પી.મુંધવા નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવીઝનનાઓને આવી ખનીજ ચોરી અટકાવવા અને ખનીજ માફીયાઓને આવી ખનીજ ચોરી અટકાવવા સુચના આપેલ હોય જે અન્વયે અમોએ લીંબડી ડીવીઝનના તમામ થાણા અધિકારીઓને ખનીજ નીકળતી જગ્યાઓની માહીતી મેળવી,કાર્બોસેલ,રેતી,કાળો પથ્થરાબ્લેક ટ્રેપ) જેવી ખનીજની ગેરકાયેદસર રીતે ખનન તથા વહન થતુ હોય તોઅટકાવવા અને અમીને સીધી સુચના કરેલ હોય જે અન્વયે સાયલા વિસ્તારમાં કાળો પથ્થર (બ્લેક ટ્રેપ)નું ગેરકાયદેસર રીતે ખનન તથા વહન થતું હોવાની માહીતી મળતા આ જગ્યાએ રેઇડ કરવા સારૂ સ્થાનીક પોલીસ ટીમ જેમા પીએસઆઈ એમ.એચ.સોલંકી તથા પીએસઆઈ એમડેર તેમજ અમારા સ્કોડના માણસોની ટીમ બનાવી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જેમાં ભુસ્તરશાસ્ત્રી એ.બી.ગોઝા સબના સીધા માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સપેકટરથી ઇન્દ્રજીતસિંહ એ  તથા માઇન્સ સુપરવાઈઝર નાથાભાઇ ચુભાઇ કણઝરીય તથા આોધિમાર સૈન પરમાર તથા સર્વેયર યજ્ઞેશભાઇ કે પરમારનાઓની ટીમને સાથે રાખી ગઇ તા. 01/01/2021ના રોજ સાયલા તાલુકાના સુદામડા ગામના ગામ તળના સર્વે =નંબર 638 તથા 39 વાળામાં અચાનક રેઇડ કરતા કાળો પથ્થર (બ્લેક ટ્રેપ) નું ખોદકામ થયેલ મોટો ખાડો જોવામાં આવેલ તેમજ આ જગ્યા પર પાંચ એકસર્કવેટર તથા 13 ડમ્પર ગેરકાયદેસર ખોદકામ કરતા મળી  આવ્યા હતા.

જેથી સાથે રહેલ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ તમામ વાહનોને સીઝ કરેલ અને સદરહુ જગ્યા પર સર્વેયર દ્વારા માપણી કરતા સદરહુ જગ્યા પરથી આ કામના આરોપીઓ દારા 8.67,55,93 મેટ્રીક ટન કાળો પથ્થર (બ્લેક ટ્રેપ) જેની કિંમત રૂપીયા 34,64,34,9848-ની ખનીજ ચોરી કરેલ હોવાનું ખુલવા પામેલ. જેથી આ જગ્યા પર ખોદકામ કરતા પાંચ એકસર્કવેટર તથા 13 ડમ્પરોને ખાણકખનીજ વિભાગે સૌઝ કરેલ અને મજકુર આરોપીઓ દ્વારા સદરહુ જગ્યા પરથી સરકારશ્રીની કોઇપણ જાતની પરવાનગી,રોયલ્ટી. લીઝ કે આધાર પુરાવા વગર કાળા પથ્થરનું ખોદકામ કરી સરકારશ્રીની તીજોરીને નુકસાન પહોંચાડી ખનીજ ચોરી કરેલ હોય જે અન્વયે ખાણ ખનીજ વિભાગની ટીમના રોયલ્ટી ઇન્સપેકટર શ્રી ઇન્દ્રજીતસીંહ અમરસિંહ ઝાલા રોયલ્ટી ઇન્સપેકટર, ભુરસ્તરશાસ્ત્રીની કચેરી, સુરેન્દ્રનગરનાઓ દ્વારા ઉપરોકત પાંચેય એકસર્કવેટરોના ચાલકો તથા માલીકો તેમજ ડમ્પર નંગ-13ના ચાલકો તથા માલીકો તેમજ સદરહુ જગ્યાનું સંચાલન કરી ગેરકાયદેસર ખોદકામ કરતા પ્રદીપભાઇ છેલભાઇ ખાચર રહે.સુદામડા વાળા તથા સદરહું સર્વે નંબરોના માલીકો તેમજ તપાસમાં ખુલે તે તમામ ઇસમો પર ધોરણસર થવા સારુ શ્રી સરકાર તરફે કરચાદી બની ખખછ) અભિ-ં1957ની ક્લમ 4(1), 4(1)(એ)ના ભંગ બદલ 21(1),(5) ને સજાપાત્ર તથા ૠખઙઈંખઝજ એકટ-2017 ના નિયમ 3ના ભંગબદલ 21ને સજાપાત્ર મુજબની જોગવાઈઓ મુજબ તેમજ ઈંઙઈ 6.379,114 મુજબ ગુન્હો તા.05/01/2021ના રોજ દાખલ કરાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

સાયલા પોલીસ મથક વિસ્તારમાં  ખનીજચોરીનો પર્દાફાશ કરવામાં લીંબડીનાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા, પીએસઆઈ એમ.એચ. સોલંકી,  પીએસઆઈ વી.એમ.ડેર, કોન્સ્ટેબલ નવધણ  સહિતના સ્ટાફે મહત્વની કામગીરી કરી હતી.

ખનીજ ચોરીમાં સંકળાયેલા  માફિયાઓ

(1) પ્રીપભાઇ છેલભાઇ ખાચર ,(ર)  અઝાઉલ સન-ઓ આલે મોહમ્મદ ,(3) વહાણભાઇ વીરાભાઇ જોગરાણા,(4) મંગળુભાઇ રામકુભાઇ ખવડ  (5) મંગળુભાઈ રામકુભાઈ ખવડ,(6)  ચાબેન રાજેશભાઇ ખવડ,(7)  ચાલક જગદીશભાઇ હેમુભાઇ કેરાળીયા ,(8) જેન્તીભાઇ ધનજીભાઇ મેણીયા  બચુભાઇ મથુરભાઇ ધોળકીયા ,(9)  મેરૂભાઇ ખીમાભાઇ કલોત્રા , દેવરાજભાઇ મોતીભાઇ રોજીયા ,(10) ડાયાભાઇ જેસાભાઇ શેખ ઓધાભાઇ જેસાભાઇ શેખ,(11)  હરેશભાઇ જગાભાઇ કાજીયા દશરથભાઇ જગાભાઇ કાજીયા ,(12) જયદીપભાઇ માણસીભાઇ ખવડ,  હરેદવસિંહ પરમાર ,(13) ગણપતભાઇ સવજીભાઇ જોગરાજીયા  ઓધાભાઇ જેસાભાઇ શેખ ,(14)  ગોપાલભાઇ વાલાભાઇ દેત્રોજા,  માદ્રેશભાઇ ખવડ મધુભાઇ ,(15) પ્રવીણભાઇ વીનાભાઇ કટોણા ,નરેશભાઇ પરસોતમભાઇ હતવાણી (16)  મનસુખભાઇ ટપુભાઇ રુદાતલા , કેશુભાઇ પથાભાઇ તલસાણીયા બુધાભાઇ (17) અજુભાઇ ભીમાભાઇ પોળીયા , સુનીલભાઇ અજુભાઇ પોળીયા (18)  વલ્લભભાઇ રણછોડભાઇ મેણીયા ,માત્રેશભાઇ ખવડ ,(19)  લાલજીભાઇ ટપુભાઇ ગોઢકીયા પ્રવીણભાઇ સોલંકી/  વચ્છરાજ સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ, રહે. કેરાળા રોડ,(20) સાયલા તાલુકાના સુદામડા ગામના ગામતળના નકશા મુજબ સર્વે નંબર 638 તથા 63 વાળાના માલીકો વહીવટદાર સંચાલક