Abtak Media Google News

શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનાં નિષ્ણાંત ડોકટરો, સરકારી ડોકટરો અને નર્સોને વેન્ટીલેટર કઈ રીતે વાપરવા જેની તાલીમ આપી રહ્યા છે: કોરોનાની મહામારીમાં ખડેપગે કાર્યરત ડોકટર, નર્સને માસ્ક, સેનેટાઈઝર, ટેમ્પરેચર ગન, બાયો સુટસનું વિતરણ

આજે સમગ્ર વિશ્વ જયારે મહામારીના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર તેના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈની પ્રેરણાથી સરકારના અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને મેડિકલ ક્ષેત્રે અનેક રાહતકાર્યો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આવેલ ’શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ’ માં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સરકારી ડોક્ટરો અને નર્સોને વેન્ટિલેટર કઈ રીતે વાપરવા તેની તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ કોવિદ-૧૯ ના દર્દીઓની સારવાર માટે સુસજ્જ થઇ શકે.  શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર મહામારીના આ કઠિન સમયમાં લોકોની દિવસ અને રાત જોયા વિના ખડે પગે કાર્યરત ડોક્ટર, નર્સ અને અન્ય કર્મચારીઓની સલામતી માટે માસ્ક, સેનેટાઇઝર્સ, ટેમ્પરેચર ગન, બાયો સુટ્સ વગેરેનું અનેક હોસ્પિટલોમાં વિતરણ કરે છે.

આજે ચારે તરફ ભય અને આશંકાનો માહોલ છે ત્યારે અનેક નોન ગર્વમેન્ટ ઓર્ગેનાઈઝેશન મદદ માટે આગળ આવ્યા છે. આ સંસ્થાઓમાં મેડિકલ ક્ષેત્રે સહાયમાં જો કોઈ સક્ષમ કાર્ય કરી રહ્યું હોય તો તે છે, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર. આ વિશ્ર્વવ્યાપી આઘ્યાત્મિક સંસ્થાએ તેના સંસ્થાપક પૂજય ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી ડોકટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ વગેરે તબીબી સારવાર કરનાર ફ્રન્ટલાઈનર્સની તાલીમ, સુરક્ષા અને સાધનોની સજજતા માટે કેટલાક ખરેખર મજબુત પગલા લીધા છે. તેઓ સરકાર અને સ્થાનિક સતાવાળાઓ સાથે મળી આ રાહતકાર્યો કરી રહ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દીઓના સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ડોકટરો અને અન્ય સ્ટાફ દિવસ-રાત જોયા વિના સારવાર આપી રહ્યા છે પણ તેમની વ્યકિતગત સુરક્ષા માટેના સાધનો જેવા કે માસ્ક, ગલત્સઝ, બાયો સ્યૂટ વગેરેની અછત પડી રહી છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર અનેક હોસ્પિટલોમાં અને ફ્રન્ટલાઈન હેલ્થ વર્કસને માસ્ક, ટેમ્પરેચર ગન, બાયો સ્યૂટ, સેનેટાઈઝર્સ વગેરે પહોંચાડી રહ્યું છે.

ઉપકરણો પ્રદાન કરવા સાથે જ એ જરૂરી છે કે ડોકટરો અને અન્ય સ્ટાફને કોવિડ-૧૯ની સારવાર માટે તૈયાર કરવામાં આવે. દક્ષિણ ગુજરાતમાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનાં સરકાર દ્વારા પ્રમાણિત ડોકટરો સ્વૈચ્છિકપણે સરકારી મેડિકલ સ્ટાફને, કોવિડ-૧૯નાં દર્દીને પ્રારંભિક તબકકામાં જ કઈ રીતે ઓળખવો, કયા ટેસ્ટ કરાવવા, વેન્ટિલેટર કઈ રીતે વાપરવા વગેરેની તાલીમ આપી રહ્યા છે. આજ સુધી તેમણે ૬૬ સરકારી ડોકટરો અને ૯૨ નર્સોને આવી તાલીમ આપી છે. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનાં તબીબો આંતરરાષ્ટ્રીય ડોકટરો સાથે નિયમિતપણે સંપર્કમાં રહી અદ્યતન જાણકારી અને સંશોધનો વિશે માહિતગાર રહે છે, જે માહિતી તેઓ સરકારી તબીબી અધિકારીઓને આપે છે અને આમ સૌને આ મહામારી સામે સજજ કરે છે. આ બધા કાર્યો તેઓ ગુજરાત, મુંબઈ, સુરત, અમદાવાદ, પુના, બેંગલુરુ, ચેન્નાઈ, યુ.કે, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, યુ.એસ.એ. વગેરે સ્થળોએ કરી રહ્યા છે.

Med Training 4

શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનાં પ્રમુખ ટ્રસ્ટી અભયભાઈ જસાણી કહે છે કે, આ વખત એકબીજાની સાથે ઉભા રહેવાનો છે. શ્રીમદ રાજચંદ્રજીના આશિષ અને પૂજય ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી અમે આ કઠિન સમયમાં સરકારની, જન સમુદાયની સાથે છીએ. અમે સરકારને ખાતરી આપી છે કે જો લોકડાઉન પછી પણ જરૂર પડશે તો અમે હોસ્પિટલનાં બેડ, વેન્ટિલેટર્સ, આવશ્યક સાધનો વગેરે સ્ત્રોત કરી પુરા પાડવા કટીબઘ્ધ છીએ. વધુ માહિતી માટે મો.નં.૯૮૨૧૦ ૪૬૬૦૩, ૯૮૨૦૦ ૬૬૫૯૩, ૮૩૬૯૪ ૬૭૨૨૩ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.