Abtak Media Google News

આજે બપોર સુધીમાં વધુ ૧૮ કેસ નોંધાયા: કુલ કેસનો આંક ૪૧૪એ આંબ્યો: માયાણીનગરમાં જમનાપાર્કમાં મહિલાનું અને જલજીત સોસાયટીમાં પ્રૌઢનું મોત, ૨૦૪ દર્દી સારવાર હેઠળ: તંત્રમાં દોડધામ

કાળમુખા કોરોનાએ રાજકોટમાં અજગરી ભરડો લીધો છે. છેલ્લા ૧૩ દિવસમાં શહેરમાં કોરોનાના ૨૪૮ કેસ નોંધાયા છે અને ૧૧ વ્યક્તિઓના મોત નિપજયા છે. આજે બપોર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કોરોનાના વધુ ૧૮ પોઝિટિવ કેસો મળી આવ્યા છે. માયાણીનગર ચોકમાં જમનાપાર્ક શેરી નં.૩માં એક મહિલાનું અને જલજીત સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષના પ્રૌઢનું કોરોનાથી મોત નિપજતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૧૪એ પહોંચી ગયો છે. હાલ ૨૦૪ દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં કોરોનાના વધુ ૧૮ પોઝિટિવ કેસો નોંધાયા છે. જામનગર રોડ પર હાઈરાઈઝ બિલ્ડીંગમાં ડો.કૃપાલ નવીનભાઈ અગ્રાવત, લક્ષ્મીવાડીમાં ભાનુબેન નરોતમભાઈ વૈદ્ય, સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસેથી અજંતા એપાર્ટમેન્ટના એ-૭માં ભાવનાબેન પ્રવિણભાઈ ખાટ, ભક્તિનગર વિસ્તારમાં ૭-કેવડાવાળી ધર્મભાવમાં હેતલબેન રાચ્છ, મનહર પ્લોટ ૧૪માં શાંતિ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા તુષારભાઈ ગણાત્રા, મોટી ટાંકી ચોકમાં ઓમ મહેલમાં અક્ષય સિધ્ધરાજ ધાંધલ, જામનગર રોડ પર જંકશન પ્લોટ, કોઠી કમ્પાઉન્ડ બ્લોક નં.-૧૧૨-બીમાં મુકેશકુમાર બી. રાઠોડ, નાના મવા રોડ પર મોદી સ્કૂલ પાસે ગૌતમનગર મેઈન રોડ પર રાજેશભાઈ મુળુદાસભાઈ રાઠોડ, કોઠારીયા મેઈન રોડ પર હુડકો કવાર્ટરમાં સંદીપભાઈ એમ.નથવાણી, મવડીમાં આસ્થા રેસીડેન્સીમાં હંસરાજભાઈ કાનજીભાઈ મણવર, નિર્મલા રોડ પર શિવપાર્ક શેરી નં.૧માં યોગીરાજ એપાર્ટમેન્ટમાં સરોજબેન ભટ્ટ, વર્ધમાનનગરમાં કુસુમબેન પરેશભાઈ બારભાયા, પીપળીયા હોલ પાસે નારેશ્ર્વર સોસાયટી શેરી નં.૫માં અજયભાઈ ગીરધરભાઈ વાળા અને જયદીપભાઈ ચંદ્રકાંતભાઈ વાળા, નાલંદા સ્કૂલ પાસે વિરાટનગર શેરી નં.૫માં દિપાબેન ગીરીશભાઈ ચૌહાણ, પંચવટી કોમ્યુ.હોલ પાસે પંચરત્નપાર્ક વિનાયક-૧માં રઘુવીર પિયુષભાઈ પિતળાબોય, ૧-ઘશ્યામનગરમાં પાર્થ મકાનમાં કિરીટભાઈ હરીશભાઈ ભટ્ટ અને જીવરાજપાર્ક પાસે આર્યલેન્ડ રેસીડેન્સી એપાર્ટમેન્ટ ફલેટ નં.૩૦૨-બી નિલાબેન ચંદ્રકાંતભાઈ વોરાનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જ્યારે માયાણીનગર ચોક પાસે જમના પાર્ક શેરી નં-૩ બ્લોક નં.૨૬માં રહેતા હર્ષાબેન વિનોદભાઈ વેકરીયા (ઉ.૫૨) નામની મહિલાનું અને જલજીત સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ જેન્તીભાઈ ટાંક (ઉ.વ.૫૦) આજે વહેલી સવારે કોરોનાથી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજયું છે. આજ સુધીમાં શહેરમાં કોરોનાના કુલ ૪૧૪ કેસો નોંધાયા છે. જે પૈકી ૧૭ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જ્યારે ૨૦૪ દર્દીઓ હાલ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ગઈકાલે પણ શહેરમાં કોરોનાના ૨૭ કેસો નોંધાયા હતા. છેલ્લા ૧૩ દિવસમાં કોરોનાના ૨૪૮ કેસો નોંધાયા છે અને ૧૧ વ્યક્તિઓના મોત નિપજયા છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.