Abtak Media Google News

મધ્ય પ્રદેશ વિધાનસભામાં સોમવારે રાજકીય ખેંચતાણ વચ્ચે ફ્લોર ટેસ્ટ થયો નથી. સ્પીકર એનપી પ્રજાપતિએ 26 માર્ચ સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. આ જ દિવસે રાજ્યસભા ચૂંટણી માટે વોટિંગ થવાનું છે. આ પહેલાં રાજ્યપાલ લાલજી ટંડને અંદાજે 11.15 વાગે વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે અભિભાષણ સંપૂર્ણ ન વાંચ્યું.

મુખ્યમંત્રી કમલનાથ સંસદીય કાર્ય મંત્રી ગોવિંદ સિંહ, રાજ્યસભા સાંસદ અને સીનિયર વકીલ વિવેક તન્ખા સાથે ચર્ચા પછી વિધાનસભા પહોંચ્યા. તેના અડધા કલાક પછી રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભા પહોંચ્યા પરંતુ તેમણે અભિભાષણ પૂરુ ન કર્યું.

રાજ્યપાલે એટલું જ કહ્યું કે, લોકતાંત્રિક મૂલ્યોનું નિર્વહન કરે. ત્યારપછી ટંડન સદનથી જતા રહ્યા હતા. તે ઉપરાંત કમલનાથે રાજ્યપાલને પત્ર લખીને કહ્યું કે, હાલની સ્થિતિમાં ફલોર ટેસ્ટ કરાવવો શક્ય નથી. અત્યારે સદનમાં બહુમત પરિક્ષણ કરાવવું અલોકતાંત્રિક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.