Abtak Media Google News

મામલતદાર વઢવાણની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર પ્રાંત અધિકારી વઢવાણની સુચના અનુસાર વઢવાણ, રતનપર, દુધરેજ, મહેસુલી વિસ્તારના ખેતી/બિનખેતીના જમીન મહેસુલીના દરેક બાકીદારોએ તેમની ખેતી/બિનખેતી જમીન/ પ્લોટની જમીનનું જમીન મહેસુલ વગેરે બાકી માંગણું દિવસ-૭માં સંબંધિત તલાટી દુધરેજ/રતનપર/વઢવાણની કચેરી ખાતે ભરપાઈ કરી આપવું. બાકી વસુલાતની કાર્યવાહી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવેલ છે. જે બાકીદારો વસુલાત ભરપાઈ કરવામાં બેદરકારી દાખવશે તો તેમની મિલકત જપ્ત કરવામાં આવશે.

તેમજ તેઓની મિલકત ઉપર બાકી રકમના બોજા અંગેની નોંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત વર્તમાનપત્રમાં બાકીદારો તરીકે તેઓના નામ જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતને ગંભીરતાથી લઈ દરેક જમીન મહેસુલના બાકીદારોએ દિવસ-૭માં તેઓની મિલકત જે વિસ્તારમાં આવેલ હોય તે વિસ્તારના તલાટીની કચેરીનો સંપર્ક કરી બાકી વસુલાત તુરંત જ ભરપાઈ કરવા વધુમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.