Abtak Media Google News

રિઝર્વ બેન્ક દ્વારા વધુ 19 ઇ ફોરેકસ ટ્રેડ પ્લેટફોર્મને ગેરકાયદેસર જાહેર કર્યા છે. જેથી આરબીઆઇના એલર્ટ લિસ્ટમાં હવે 75 પ્લેટફોર્મ થઈ ગયા છે. જેની સાથે વ્યવહાર કરવા મામલે સાવચેત રહેવા રિઝર્વ બેંકે કહ્યું છે.

ભારતીય રિઝર્વ બેંક એ એલર્ટ લિસ્ટ બહાર પાડ્યું છે.  આમાં, સેન્ટ્રલ બેંકે તે સંસ્થાઓની યાદી બહાર પાડી છે જેને ફેમાં એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 હેઠળ ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કરવાની મંજૂરી નથી.  આનો અર્થ એ છે કે આ પ્લેટફોર્મ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ દ્વારા વ્યવહાર કરી શકતા નથી.

કુલ 75 પ્લેટફોર્મ એલર્ટ લિસ્ટમાં, જેની સાથે વ્યવહાર કરવામાં સાવચેતી રાખવા આરબીઆઈની અપીલ

ભારતીય રિઝર્વ બેંક દ્વારા સમયાંતરે એલર્ટ લિસ્ટ જારી કરવામાં આવે છે, જેના દ્વારા લોકોને કેટલાક પ્લેટફોર્મ વિશે એલર્ટ કરવામાં આવે છે.  આ યાદીમાં એવા પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે જે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અથવા તેમના માટે બનાવેલા નિયમોનું પાલન નથી કરી રહ્યા.  આવી સ્થિતિમાં, સેન્ટ્રલ બેંક એલર્ટ લિસ્ટ દ્વારા લોકોને એલર્ટ કરવાનું કામ કરે છે, જેથી કોઈને નુકસાન ન થાય.

આરબીઆઈની યાદીમાં આજે વધુ 19 ઇ ફોરેકસ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉમેરવામાં આવ્યા છે. જેમાં એડમિરલ માર્કેટ્સ, બ્લેકબુલ, ઈઝી માર્કેટ્સ, એન્ક્લેવ એફએક્સ, ફિનોવિઝ ફિનટેક, એફએક્સ સ્માર્ટબુલ, એફએક્સ ટ્રે માર્કેટ્સ, ફોરેક્સ ફોર યુ, ગ્રોઇંગ કેપિટલ સર્વિસિસ, એચએફ માર્કેટ્સ, એચવાયસીએમ, કેપિટલ માર્કેટ્સ, જેજીસીએફએક્સ, પિયુ પ્રાઇમ, રિયલ ગોલ્ડ કેપિટલ, ટિએનએફએક્સ, માર્કેટ્સ એન્ડ ગેટ ટ્રેડ વગેરેનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં કુલ 75 પ્લેટફોર્મ થયા છે. જે ગેરકાયદે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.