Abtak Media Google News

મંગળવારે સાંજે ઈઝરાયેલ દુતાવાસ પાસે બ્લાસ્ટની માહિતી મળતાં દિલ્હી પોલીસ સહિત દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. મોડી સાંજ સુધી પોલીસને તપાસમાં બ્લાસ્ટના કોઈ ચિહ્નો કે પુરાવા મળ્યા ન હતા, પરંતુ પોલીસને ઘટનાસ્થળેથી ઈઝરાયેલ એમ્બેસીને સંબોધિત એક પત્ર મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળેથી કેમિકલ જેવી દુર્ગંધ આવી રહી હતી. દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું કે તેમણે 100 મીટર દૂર સુધી વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, તુગલક રોડ પોલીસ સ્ટેશન અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીજી બાજુ રિઝર્વ બેંક સહીત કુલ 11 સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી પણ મેઈલ મારફત હરામીલોકો દ્વારા આપવામાં આવી છે.

રિઝર્વ બેંક સહીત 11 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટની ધમકી સાથેનો ઈ-મેઈલ મળતા સુરક્ષા દળો એલર્ટ

દિલ્હી પોલીસના કાર્યકારી પ્રવક્તા કુમાર જ્ઞાનેશે જણાવ્યું હતું કે આજે સાંજે 5.53 કલાકે પીસીઆર કોલ આવ્યો હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે, ઇઝરાયેલ એમ્બેસીના બેક સિડના જિંદાલ હાસમાં જોરદાર અવાજ સંભળાયો છે. સ્થળની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અને વિસ્ફોટ જેવા અવાજના ઉલ્લેખને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. કડક કાર્યવાહીમાં દિલ્હી પોલીસની ડોગ સ્ક્વોડ, ક્રાઈમ ટીમ અને બીડીએસ ટીમ ઘટના સ્થળે પહોંચી જ્યાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.

ટૂંક સમયમાં એફએસએલ, દિલ્હીના નિષ્ણાતો પણ આવી પહોંચ્યા અને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો અને સંપૂર્ણ શોધ હાથ ધરવામાં આવી.

નિષ્ણાતોએ અપરાધના સ્થળની તપાસ કરી અને પુરાવા મેળવ્યા કે જે પુરાવા સંબંધિત હોઈ શકે. આને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. વધુ તપાસ ચાલુ છે.

વરિષ્ઠ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસને ઇઝરાયેલના રાજદૂતને સંબોધિત એક પત્ર મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે આ પત્ર ટાઈપ કરેલો છે અને તે તદ્દન અપમાનજનક છે. તપાસકર્તાઓને મોડી રાત સુધી વિસ્ફોટના કોઈ ચિહ્નો મળ્યા ન હતા. ફાયર વિભાગના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, હજુ સુધી કંઈ મળ્યું નથી. અમારી ટીમો તપાસ કરી રહી છે.

રઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) સહિત મુંબઇમાં કુલ 11 ઠેકાણે બોમ્બ મૂકાયાની ધમકી ભર્યો ઇ-મેલ આરબીઆઇના ઓફિશિયલ ઇ-મેલ પર આવતા ખળભળાટ મચી ગયો હતો.

આ મેલમાં આરબીઆઇ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત કુલ 11 ઠેકાણાઓ પર બોમ્બ બ્લાસ્ટ થશે તેવી ધમકી આફવામાં આવી હતી.

આ સાથે જ આ મેલમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામન અને આરબીઆઇના ગવર્નર શક્તિકાંતદાસના રાજીનામાની પણ માગણી કરવામાં આવી હતી. ખિલાફત ઇન્ડિયાને નામે આવેલા આ મેલ બાદ પોલીસે વ્યાપક તપાસ હાથ ધરી હતી પણ કાંઇ વાંધાજનક શંકાસ્પદ વસ્તુ ન મળી ન આવતા એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

મુંબઇ પોલીસે આ ઇ-મેલ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

દરમિયાન આવા ધમકીભર્યા ઇ-મેલ અને ફોન મુંબઇ પોલીસને અવારનવાર આવે છે. જો કે પહેલીવાર આરબીઆઇ બાબતે ધમકી ભર્યો મેલ મળતા પોલીસે વિરિન એક્શન લઇ તપાસ હાથ ધરી છે.આ પહેલા તાજ હોટલ અને મંત્રાલય ઉડાવી દેવાની ધમકી પણ પોલીસને મળી હતી. જો કે આ તમામ ધમકીઓ ફક્ત અફવા પૂરવાર થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.