Abtak Media Google News

હોમ લોન માજ સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રી ચાર્જ આવરી લેવા વિચારણા

દેશની અર્થવ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા બજારમાં રૂપિયો ફરતો રહે તે એટલુંજ જરૂરી છે. તરફ વધુને વધુ લોકોના હાથ ઉપર નાણા રહે તે માટે સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે અને વિવિધ યોજનાઓની અમલવારી પણ કરી રહી છે. આ વાતને ધ્યાને લઈ સરકારે લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પણ તૈયારી કરી છે જે માટે લોકોને વધુને વધુ સસ્તી લોન મળે તે માટે રિઝર્વ બેંકે  કમર કસી છે . જેમાં એ વાતની પણ સ્પષ્ટતા કરાય છે કે હવે અપાર તી હોમ લોનમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રી ચાર્જને આવરી લેવામાં આવે જે માટે હાલ વિચારણા ચાલી રહી છે.

Advertisement

હાલ જે પણ વ્યક્તિને હોમ લોન આપવામાં આવે છે તેમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રી ચાર્જ કવર કરવામાં આવતું નથી ત્યારે આવનારા દિવસોમાં લોકોને સુખાકારીને ધ્યાને લઈ રિઝવ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ પગલું લેવામાં આવે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. જો આરબીઆઈ આ મુદ્દે સકારાત્મક વલણ દાખવે તો ઉદાહરણ સ્વરૂપે એક કરોડના પ્રોજેક્ટમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જ વીથ લાખ રૂપિયા પહોંચતો હોય છે ત્યારે લોન લેનાર વ્યક્તિ 75 લાખ રૂપિયાની લોન માટે માન્ય ગણાય છે. પૂર્વે સેન્ટ્રલ બેન્ક એજ રજીસ્ટ્રી ચાર્જ અને સ્ટેમ્પ ડ્યુટી નો ચાર્જ ન વસૂલવા વાત કરી હતી પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ લોકો વધુને વધુ હોમ લોન લઈ શકે અને તેઓને હોમ લોન સસ્તી મળે તે માટે બંને ચાર્જને એકમાં વસૂલી લેવા માટે હાલ વિચારણા ચાલી રહી છે જેનાથી લોકોને સીધો જ ફાયદો પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.