Abtak Media Google News

PGVCLના મુખ્ય ઈજનેર જે.જે.ગાંધી અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ગ્રાહકોની ઘરે જઈને ટ્રોફી આપી બહુમાન કર્યું

PGVCL દ્વારા છેલ્લા 1 વર્ષમા પાંચ દિવસમાં વીજ બિલ ભરનારા 619 ગ્રાહકોને ટ્રોફી આપી સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સિટી ડિવિઝન 1માં આવતા 46 ગ્રાહકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2022 05 19 09H41M05S938

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેર વર્તુળ કચેરીનાં સિટી ડિવિઝન -1 હેઠળ આવતા પ્રહલાદ પ્લોટ, મિલપરા, આજી – 1, આજી – ર , આજી ઇન્ડસ્ટ્રીયલ, સોરઠીયાવાડી, કોઠારિયા રોડ સબ ડિવિઝનનાં કુલ 46 વીજ ગ્રાહકો કે જેમના દ્વારા આખા વર્ષ દરમ્યાન સતત વીજ બિલ મળ્યાના પાંચ દિવસમાં વીજબિલ ભરપાઈ કર્યા હોય.

Vlcsnap 2022 05 19 09H40M11S465

તેમના ઘેર જઈ તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.  આ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં તેમના હસ્તે તેમજ PGVCLના મુખ્ય ઈજનેર (ટેક) જે.જે.ગાંધીના હસ્તે કેવડાવાડી તેમજ લક્ષ્મીવાડી ખાતે  વીજ ગ્રાહકોને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.