Abtak Media Google News

નવ દિકરીઓ પ્રભુતામાં માડશે પગલા: 54 બટુકો સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર કરશે ધારણ

રાજકોટ લોહાણા મહાજન પ્રેરિત અને લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા પ4મો સમુહલગ્ન યજ્ઞોપવિત સમારોહ સાથે સીવીલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન શીબીરનું આયોજન તા. 13-5 ને શુક્રવારે રાત્રે 9 થી 11 દરમ્યાન સુપરબછસી ઓરકેસ્ટ્રામાં સથવારે ‘રાસગરબા’ ની રમઝટ બોલવાશે દરેક ગ્રુપમાં વેલડ્રેસ, પ્રિન્સ-પ્રિન્સેસ પરફોરમેન્સમાં ઇનામો અપાશે. તેમજ તા. 14-5 54 બટુકો સમુહમાં યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કરશે.

તથા નવ ક્ધયાઓ પ્રભુતામાં પગલા પાડશે. રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ રધુવંશી સમાજમાં આનંદનો અવસર યોજાશે. રૂપલબેન તથા રાકેશભાઇ રાજદેવ પરિવાર દ્વારા સતત બારમી વખત મુખ્ય યજમાન તરીકે સહયોગ પ્રાપ્ત થયેલ છે. તથા સમુહલગ્નમાં દિકરીને કરિયાવરમા 200 થી વધુ ગૃહઉપયોગી વસ્તુ ભેટ આપવામાં આવશે. તેમજ હોલ્ડીંગ ઇટ ટુ ગેધર ખુબ ઉપયોગી પુસ્તક ભેટ આપવામાં આપવામાં આવશે. બહારગામથી આવેલા મહેમાનો માટે ઉતારાની સગવડતા પણ કરી આપવામાં આવશે દરેક વર-ક્ધયાઓને લગ્ન નોંધણી અંગેનું પ્રમાણપત્ર વિનામૂલ્યે ડો.અજયભાઇ ઠકરાર દ્વારા વ્યવસ્થા કરાવી આપવામાં આવશે.

દરેક ક્ધયાઓને તૈયાર કરવા માટે બ્યુટી પાર્લરની વિનામૂલ્યે સેવા આપવામાં આવશે. તદુપરાંત મ્હેંદી, નેઇલ આર્ટ, બાળકો માટે જમ્પીંગ જોકર ચકરડી શુક્રવારે મહેમાનો માટે જમવાની વ્યવસ્થા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે.બહાર ગામથી પધારતા મહેમાનો માટે ઉતારાની સગવડતા પણ કરી આપવામાં આવશે. રકતદાન સાથે ડો. સ્નેહાબેન સુચક, શ્રીજી કલીનીક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. બ્યુટીશીયન શોભનાબેન કારીયા તથા તેની ટીમ દ્વારા દરેક ક્ધયાઓને બ્યુટીપાર્લરની સેવા ઉતારા સ્થળે વિનામૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત શુક્રવારે રાત્રે મ્હેંદી નેલ આર્ટ વગેરેની વ્યવસ્થાપણ વિનામૂલ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. જગદીશ કનૈયા  મહારાજ નિખીલ શાસ્ત્રી તથા સર્વે ટીમ દ્વારા કરાવવામાં આવશે. શુક્રવારે રાત્રે રાસગરબા માટે રૂપલબેન રાજદેવ પરિવાર મીનાબેન જસાણી સહિતર ગ્રુપ તથા  મનીષાબેન કુંડલીયા અંજનાબેન હિન્ડોચા તેની ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.

સતત 66 વર્ષથી સતત કાર્યરત સંસ્થા લોહાણા યુવક પ્રગતિ મંડળ, 54 મા સમુહલગ્ન  યજ્ઞોપવિત સમારોહ તથા રકતદાન શીબીરના આયોજનમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારુના અઘ્યક્ષ સ્થાને પ્રેરણાદાયી ઉ5સ્થિતિ રહેશે સાથે કમલેશભાઇ મીરાણી, રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો સર્વે ડેો. નિશાંતભાઇ   ચોટાઇ, ધવલભાઇ ખખ્ખર તથા કેતનભાઇ ઠકકર, રેસીડેન્ટ એડી. કલેકટર ચેતનભાઇ ગણાત્રા, અંગત સચિવ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી ગાંધીનગર, ચેતનભાઇ નંદાણી ડે. કમિશ્નર રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન પીજીવીસીએલના સુપ્રિ. એન્જીનીયર એન.જી. કારીયા, એકઝી. એન્જી.  એન.ડી. રૂઘાણી, પી.એ. ટુ. મેયર કનુભાઇ હિન્ડોચા, સમગ્ર્ર રાજદેવ પરિવાર મુખ્ય યજમાન રુપલબેન રાજદેવ, રાકેશભાઇ તથા સર્વ રાજદેવ પરિવારના મોભીઓ કિશોરભાઇ જે. કોટચા પરિવાર, મનોજભાઇ ચતવાણી, કીરીટભાઇ ખંધેડીયા, વનમાળીદાસ દેવકરણ કેશરીયા પરિવાર, વિજયભાઇ કોટક પરિવાર, દિલીપભાઇ તથા યોગેશભાઇ સોમૈયા (અંકિત એસ્ટેટ)  રાજુભાઇ જસાણી પરિવાર, નરેન્દ્રભાઇ નથવાણી પરિવાર, કિશોરભાઇ જસાણી, પ્રભુદાસભાઇ તન્ના, રધુનંદનભાઇ સેજપાલ  તથા જયશ્રીબેન સેજપાલ, જયશ્રીબેન સેજપાલ, હરેશભાઇ કોટક, અશોકભાઇ ચંદારાણા, નિરુપમાબેન ઠકરાર પરિવાર, જેમાં સીવીલ હોસ્પિટલ બ્લડ બેંકની ટીમ ઉ5સ્થિત રહેશે. તથા શ્રીજી કલીનીકના ડો. સ્નેહાબેન સુચક, માર્ગદર્શન પાઠવશે. રાજકોટના તમામ રકતદાતાઓને વિશાળ સૃંખ્યામાં રકતદાન કરવા માટે અપીલ કરવામાં આવેલ છે. આપના રકતની ધાર બનશે કોઇના જીવનનો આધાર એ સૂત્ર મુજબ વધુને વધુ સંખ્યામાં રકતદાન કરવા માટે તમામ રકતદાતાઓને રકતદાન કરવા તથા કરાવવા જણાવવામાં આવેલ છે.54માં સમુહલગ્ન યજ્ઞોપવિત સમારોહ તથા રકતદાન શીબીરના આયોજન માટે લોહાણા યુવક પ્રગતિ મંડળના સર્વ હોદેદારો યોગેશભાઇ જસાણી, ડો. નીતીનભાઇ રાડીયા, હિતેશભાઇ પોપટ, અશોક હિન્ડોચા જહેમત ઉઠાવી રહ્યા છે.

પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી જ સમૂહ લગ્નમાં એન્ટ્રી

Capture 19

લોહાણા યુવકપ્રગતિ મંડળના હોદેદારો અબતક શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારેઅબ તક ના મેનેજીંગ તંત્રી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે, માનવજાતના મહાન શત્રુ બની ગયેલા થેલેસેમિયાના દૈત્યને નેસ્તનાબૂદ કરવા માટે જનજાગૃતિ માં લોહાણા સમાજ સૌથી આગળ છે લોહાણા સમાજના સમુહ લગ્નમાં થેલેસેમિયા ટેસ્ટ પછીજ લગ્ન નોંધણી અને ફોર્મ ભરવાની તાકીદ રાખવામાં આવી છે.

માનવજાતના મહાન શત્રુ બની ગયેલા થેલેસેમિયાના દૈત્યને નેસ્તનાબૂદ કરવા માટે જનજાગૃતિ માં લોહાણા સમાજ સૌથી આગળ છે લોહાણા સમાજના સમુહ લગ્નમાં થેલેસેમિયાટેસ્ટ પછીજ લગ્ન નોંધણી અને ફોર્મ ભરવાની તાકીદ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.