Abtak Media Google News

રાજય સરકારે રેરાનું માળખુ બનાવવા અંગે ગંભીરતા ન દાખવી હોવાના આક્ષેપ

બાંધકામ અને રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા લાવવા માટે સરકાર દ્વારા રેરાનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. પરંતુ હજુ આ કાયદામાં ઘણી વિસંગતતા જોવા મળે છે જેના કારણે રેરાનું અસરકારક રીતે અમલીકરણ થઈ રહ્યું નથી. રેરાનો કાયદો ઘણી રીતે બિલ્ડરો અને ડેવલોપર્સો ઉપર ભારણ સમાન બની રહ્યો છે. ભવિષ્યમાં આ નીતિના કારણે રીઅલ એસ્ટેટ ક્ષેત્રને ફટકો પડવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે.

Advertisement

ઘણા રાજયોમાં રેરા ઓથોરીટી દ્વારા યોગ્ય કાયદાઓ ઘડવામાં આવ્યા નથી અને જાગૃતતા ફેલાવવામાં પણ નિષ્ફળ ગયા છે. રેરાનું માળખુ હજુ સુધી સ્પષ્ટ ન હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તો બીજી તરફ સરકાર દ્વારા રેરા બાબતે ખાસ ગંભીરતા રાખવામાં આવતી ન હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. રેરાનું માળખુ સમતોલન ભર્યું અને છટકબારી વિનાનું હોવું જોઈએ પરંતુ કાયદો બન્યો પણ તેની અમલવારીમાં વિસંગતતા રહી ગઈ છે.

કોઈ પણ નવું બાંધકામ શરૂ‚ કરતા પહેલા ૭૦ ટકા રકમ અનામત રાખવા કહેવામાં આવ્યું છે પરંતુ જે પ્રોજેકટો ચાલી રહ્યાં છે તે બાબતે કોઈપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત કમ્પલીશનની સમયમર્યાદાનો મુદ્દો પણ અધ્ધતાલ છે. આવી જ રીતે ડેવલોપર્સને પણ પ્રોજેકટો શ‚ કરવામાં ઘણા પ્રશ્ર્નો નડી રહ્યાં છે. જેમાં મુખ્ય મુદ્દો રાજય સરકારો દ્વારા જીએસટી મુદ્દે ખાસ સ્પષ્ટતા કરવામાં ન આવી હોવાનો છે. નવા ચાલુ થતા પ્રોજેકટો કેટલા સમયમાં પૂર્ણ કરવા તેમજ કબજો કેવી રીતે અને કયારે સોંપવો તે બાબતે પણ ખાસ નિયમો અંગેની જાગૃતિ ફેલાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. આ પરિસ્થિતિમાં બિલ્ડર, કોન્ટ્રાકટર, ડેવલોપર્સ વગેરેને વિસંગતતાના કારણે મુશ્કેલી નડી રહી છે તેમજ કાયદાઓની આ વિસંગતતા જીએસટીના અસરકારક અમલીકરણને પણ ગ્રહણ‚પ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.