Abtak Media Google News
  • બંધ બારણે બેઠકો જામશે: મતદારોને કેન્દ્ર સુધી ખેંચી લાવવા કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક

ગુજરાતની સુરત સિવાયની લોકસભાની 25 બેઠકો માટે આવતીકાલે મતદાન થવાની છે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાનો રહે છે. ગઇકાલ સાંજે 6:00 વાગ્યાથી પ્રચારના ભૂંગળા શાંત થઇ ગયા છે. મતદાન પૂર્વેની રાતને કતલની રાત માનવામાં આવે છે. જેમાં મતદારોને મનાવવા માટે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા એંડીચોંટીનું જોર લગાવવામાં આવતું હોય છે.

Advertisement

ગઇકાલે સાંજે પ્રચાર-પડઘમ શાંત થતાંની સાથે જ હવે બંધ બારણે બેઠકનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. મતદારોને કોઇપણ ભોગે મનાવવા માટે રાજકીય પક્ષો મથી રહ્યા છે. એક-એક વિસ્તારમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં મતદાનની ઓછી ટકાવારી ભાજપ માટે નુકશાનકારક રહે છે. આવામાં ભાજપે બૂથ લેવલના કાર્યકરોને શક્ય હોય ત્યાં સુધી વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવા માટે ખાસ ટાર્ગેટ આપ્યા છે. બીજી તરફ મતદાન એજન્ટોની જો કોઇ પ્રિસાડીંગ ઓફિસર કનડગત કરે તો કોંગ્રેસ તેને ભરી પીવા સજ્જ બની છે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર 92 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. મતદાનની આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે હવે અંતિમ ઘડીની વ્યૂહરચના ગોઠવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.