Abtak Media Google News

કારમાં નિકળેલા છ શખ્સો છરી, કુહાડી, પાઈપ, ધોકા અને બેટ સાથે કરી ધરપકડ: 5 લાખનો મુદામાલ કબ્જે

અબતક,શાપર

રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલા શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં ધાડ સાથે લૂંટ કરવાના ઈરાદે પ્રાણઘાતક હથીયારો સાથે કારમાં નિકળેલા નામચીન છ શખ્સોને શાપર પોલીસની સમય સુચકતાથી ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને અનિચ્છનીય બનાવ ન બને તેમજ વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે શાપર-વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એ. ગોહિલ સહિતના સ્ટાફે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.

રાજકોટ-ગોંડલ માર્ગ પર આવલે શાપર વેરાવળ પાસે શાઈનીંગ ગેટ સામે વાહન ચેકીંગ દરમિયાન જી.જે.6 એચ.એલ. 7342 નંબરની કારમાં સ્વાર વેરાવળના મફતીયાપરામાં રહેતો સોહિલ ઉર્ફે રેહાન શાહનવાઝ ખરેડીયા, વેરાવળના બુધ્ધનગરનો આકાશ ત્રિકમ સોલંકી, પાટડક્ષના શીતળા મંદિર પાસે રહેતો ઉદય ઉર્ફે ઉદયો ભરત સરવૈયા, શાપરના વિશ્ર્વાસીટી એપાર્ટમેન્ટમાં રહેતા પરેશ ઉર્ફે બાદલ ઓધડ મકવાણા, વેરાવળના કિશન જીતુ સીંગરખીયા અને વેરાવળનાં પ્રમોદ દશરથ શાહ નામના શખ્સોની ઘાતક હથીયારો સાથે મળી આવ્યા હતા.પોલીસે ઝડપાયેલા નામચીન શખ્સોની અટકાયત કરી પ્રાથમિક તપાસ કરતા ગંભીર પ્રકારના ગુના ધાડ સાથે લૂંટ કરવાના ઈરાદે ઉભા હોવાની કબુલાત આપતા પોલીસે તમામની ધરપકડ કરી લોખંડના પાઈપ, છરી, કુહાડી, બેટ અને લાકડાના ધોકા મળી આવતા પોલીસે રોકડ, કાર અને મોબાઈલ મળી રૂ.5 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.