Abtak Media Google News

‘અબતક’ના મોંઘેરા મહેમાન બન્યાં આર.જે. રૂહાન

રેડીયો જોકી, એન્કર, એક્ટર, વોઇસ ઓવર આર્ટીસ્ટ, આર્ટ ક્રીએટર જેવા રોલમાં લીડ કર્યા છે આર.જે. રૂહાને

બે સક્સેસફૂલ વેબ સિરિઝ ‘બસ ચા સુધીની સફર’ સીઝન-૧ અને સીઝન-૨ ઉપરાંત ‘ભીના પગલાનું ઘર’, ‘મળેલા જીવ’ વગેરે નાટય શ્રેણીઓ તેમજ અપકમિંગ શ્રેણી ‘આવુ જ થાય ને’ મળી રહ્યો છે જબ્બર પ્રતિસાદ

આર.જે. રૂહાન નામ તો સાંભળ્યું જ હશે ! ગુજરાતનાં એકમાત્ર શાહરૂકખાન જે અત્યારે ગુજરાતની દરેક છોકરીઓનાં દિલમાં રાજ કરે છે. આજે ‘અબતક’ના સ્પેશિયલ શો ચાય પે ચર્ચામાં આર.જે. રૂહાને પોતાની કારકિર્દી માટે ખેડેલી સફરને વાગોળી હતી.

આર.જે. રૂહાને બે સક્સેસ ફુલ વેબસિરીઝ આપી છે. ‘બસ ચા સુધીની સફર’ સીઝન-૧ અને સીઝન-૨ ઉપરાંત ‘ભીના પગલાનું ઘર’ ‘મળેલા જીવ’ જેવી નાટયશ્રેણીઓ તેમજ તેમની અપકમિંગ શ્રેણી ‘આવુ જ થાય ને’ને પણ હાલ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે.

એમની જીવન સફરની વાત કરીએ તો દસમાં ધોરણમાં ગણિતમાં વધારે માર્કસ હોવાથી મમ્મીની એન્જિનીયર બનવાની ઈચ્છા પૂરી કરવા એમણે એન્જીનીયરીંગમાં એડમિશન લીધું દોઢ વર્ષ એન્જિનીયરીંગ ભણ્યા પછી તેમણે પોતાની આર્ટસ ભણવાની ઈચ્છા પપ્પા સમક્ષ વ્યકત કરી પપ્પાની મંજૂરીથી તેઓએ અમદાવાદ સી.એન.માં અગિયાર બાર આર્ટસ કરી ઝેવીયર્સમાં આર્ટસમાં બેચલર કર્યું ત્યારબાદ બરોડા એમ.એસ. યુનિવર્સિટીમાં લિટરેચરમાં માસ્ટર કરવા ગયા આ દરમિયાન એમણે રેડ એફએમમાં ફુલ ટાઈમ ઈન્ટર્નશીપ કરી માસ્ટર્સ કરતા હતા.

તે દરમિયાન એમણે રેડિયો મીર્ચીમાં ઈન્ટરવ્યુ આપેલુ રેડીયો જોકી બનવાની એમની ઘેલછા પ્રબળ હતી ને ત્યાં જ રેડિયો મીર્ચીમાંથી એમને ફોન આવ્યો કે આપ રાજકોટના આર.જે. બનવા ઈચ્છો છો? એમના માટે તો જાણે સોનાનો સુરજ ઉગ્યો તેઓ વડોદરામાં બધુ મુકીને રાજકોટ રેડીયો મીર્ચીમાં જોડાયા આવડા મોટા શહેરમાં આટલા લોકો તેમને સાંભળે એ ખરેખર ગર્વની વાત હતી ઈન્ડીયાની મોસ્ટ ફેવરીટ રેડીયો મીર્ચીએ

એમને આ સુંદર તક આપી એ જયારે રેડીયો મીર્ચીમાં હતા ત્યારે તેમણે ઘણા સ્ટાર્સના ઈન્ટરવ્યુ કર્યા હતા. એમણે મોનલ ગજજર, ધ્વનિ ગૌતમ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગરના ઈન્ટરવ્યુ પણ કર્યા હતા. જેમની સાથે આજે તેઓ કામ કરે છે.

એમણે શાહરૂકખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી જીફા (ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ)માં એમને હોસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા.

તેઓ ઉંડા વિચારક છે. એમના એકિટવ મગજે તેમને રેડિયો જોકી, એન્કર, એકટર, વોઈસ ઓવર આર્ટીસ્ટ, આર્ટ કેરાટર બધા રોલમાં લીડ કર્યા છે. એમને પૈસા કમાવવા કરતા કામમાં વધારે રસ હતો પરંતુ જેમ જેમ કામ કરતા ગયા તેમ તેમ પૈસા સાથે લોકોનો પ્રેમ પણ મળતો ગયો. તેઓ કહે છે કે એક આર્ટિસ્ટની ઝિંદગી એવી હોય છે જેને સમાજ સામે સતત લડતા રહેવું પડે છે.

સીટીની નં. ૧ ચેનલ રેડિયો મીર્ચીમાં એમણે ફુલ ટાઈમ રેડીયો જોકી તરીકે ૩ વર્ષથી પણ વધારે મનોરંજન પીરસ્યુ જયારે એન્કર તરીકે એમણે સ્કુલ અને કોલેજકાળમાં યુવાનોના બહોળા વર્ગમાં ઘણી પ્રસિધ્ધી મેળવી હતી ઉપરાંત એન્કર તરીકે રેડીયો મિર્ચીમાં પણ એમણે ખૂબ પ્રસંશનીય પ્રોગ્રામો આપ્યા છે. વધુમાં વોઈસ ઓવર આર્ટિસ્ટક તરીકે એમની વોઈસ કવોલિટીના કારણે એમની ડિમાન્ડ ખૂબ છે. એકટીંગની વાત કરીએ તો કોલેજકાળમાં ઈન્ડિયન નેશનલ થિયેટર કોમ્પીટીશનમાં તેઓને બેસ્ટ એકટરનાં એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. પોતાના બ્રેકઅપ પછી પણ નિરાશ ન થતા તેમણે ૨ સકસેસફુલ વેબસિરીઝ આપી છે.

‘બસ ચા સુધીની સફર’ સિઝન-૧ અને સિઝન-૨ આ ઉપરાંત તેમણે ‘ભીના પગલાનું ઘર’, મળેલા જીવ વગેરે નાટયશ્રેણીઓ પણ આપી છે. એમની અપકમિંગ શ્રેણી આવું જ થાય ને તે પણ ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

આ મનોરંજન ક્ષેત્રમાં મોટી નામના મેળવવાને કારણે એમનો ચાહક વર્ગ ખૂબજ વિશાળ છે. વધારેંમાં વધારે ચાહકો એમની સાથે ફોટા પાડવા તથા એમને મળવા આતુર હોય છે. ઘણા લોકોતો એમને મળીને ભાવવિભોર પણ થઈ જાય છે. તેઓનું ચાહક વર્ગ પ્લેટફોર્મ મજબૂત અને વિશાળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.