Abtak Media Google News

શહેરની જાણીતી રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત રમતગમતનાં ક્ષેત્રમાં આગળ આવવા માટે હંમેશા પ્રોત્સાહન આપવામાં આવે છે. તાજેતરમાં રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ અને પ્રત્યુશા એકેડમી દ્વારા છઠ્ઠી ઓપન સૌરાષ્ટ્ર રોલર સ્કેટીંગ અને સ્પિડ સ્કેટીંગ ચેમ્પિયનશીપ૨૦૧૯નું રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ ચેમ્પીયનશીપમાં આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજકોટ ઉપરાંત બહારગામથી ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ પ્રતિયોગીતાને નોન સ્ટોપ વન અવર સ્કેટીંગ અને રોડ રેસ એમ ૨ ભાગમાં વહેંચવામાં આવી હતી. આ સ્પર્ધામાં સર્વે વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે શકિત સ્કુલ અને રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલના બ્રિજેશભાઈ મહેતા, રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી જયભાઈ મહેતા, જય ઈન્ટરનેશનલ સ્કુલના ભરતભાઈ તંતી, ગૌરીદળ ગામના સીતારામ ડેરીના રામભાઈ, એકેડમીના ભુપેન્દ્રસિંહ વાઘેલા, શકિત સ્કુલ અને રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલના સુદીપભાઈ મહેતા તથા રાજકોટના જાણીતા કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડો.પ્રણવભાઈ ભટ્ટે હાજરી આપી.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રત્યુશા એકેડમીના અમિતભાઈ પંડયા અને તેમની ટીમ તથા રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલના સમગ્ર સ્ટાફે સાથે મળીને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.