Abtak Media Google News

નવનિયુકત પ્રમુખ મહેશ નિમાવત, સેક્રેટરી રમણીક ગોહેલ અને ટ્રેઝરર પિયુષ ગોહેલ શપથ ગ્રહણ કર્યા

તાજેતરમાં વિસાવદર ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત રોટરી કોમ્યુ. કોપર્સનાં વષર્ષ ૨૦૧૮/૧૯ના હોદેદારોનો શપથ વિધિ સમારોહ આર.સી.સી. વિસાવદરના પૂર્વ પ્રમુખ રમણીક દુધાત્રાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રોટરી કલબના પ્રેસીડેન્ટ મનીષભાઈ માયાણીની અધ્યક્ષતામાં એપોલોઈન્ટર નેશનલ સ્કુલ વિસાવદરના ઉપ્રમે યોજાઈ ગયો

જેમાં શપથવિધિ અધિકારી તરીકે રોટરી કલબ જૂનાગઢના પૂર્વ પ્રમુખ પ્રકાશ મહેતા તેમજ ઉદઘાટક તરીકે સેહુલભાઈ કીકાણી, હિતેષભાઈ અગ્રાવત, બીપીનભાઈ કણસાગરા, તેમજ લખુભાઈ સેંજલીયા તેમજ સતાવાર આપાગીગા રામેશ્ર્વર જગ્યામાંથી પ.પૂ. ગોવિંદબાપૂ અલખધામ આશ્રમ વિસાવદર પ.પૂ.મંછાગીરી બાપુ ઉપસ્થિત રહી નવા વરાયેલા પ્રેસીડેન્ટ મહેશ નિમાવત, સેક્રેટરી રમણીક ગોહેલ, ટ્રેઝરર, પિયુષભાઈ તેમજ તમામ ટીમને શુભેચ્છા અભિનંદન પાઠવેલ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સંતો અધિકારીઓ તેમજ ડાયસપર બિરાજેલ તમામનું સાલ, પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ નવા વરાયેલા પ્રેસીડેન્ટનું બાપાસીતારામ મિત્ર મંડળ તેમજ સમસ્ત રામાનંદી સાધુ સમાજના પ્રમુખ વાસુદેવભાઈ નિમાવત, અશ્ર્વીનભાઈ નિમાવત, ભરતભાઈ નિમાવત, વિગેરે દ્વારા સમાજ તરફથી સન્માન કરવામાં આવેલ પૂર્વ પ્રમુખ રમણીક દુધાત્રાના શ્રેષ્ઠતમ પ્રોજેકટ કાર્યોને બીરદાવતાં આર.સી.સી. વિસાવદર દ્વારા તેમને સન્માન પત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવેલ. સાથે એપોલો ઈન્ટરનેશનલ સ્કુલના વિશેષ પ્રતિભાશાળી તેજસ્વી તારલાઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવેલ.

સ્કુલના કેમ્પસ ડાયરેકટર સી.આર. જોધાણીના સેવા કાર્યોને બીરદાવતા તેમનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ આ ઉપરાંત વર્ષ ૨૦૧૭-૧૮માં સહભાગી બની વિશેષ સહયોગ આપેલ ટીમના પિયુષ ગોસાઈ ગીજુભાઈ વિકમા, મહેશ નિમાવત, મુકેશ રીબડીયા, કૌશિક ગોસ્વામી, સંજય રાઠોડ , તેમજ રમણીક ગોહેલને વેલ સપોર્ટસ એવોર્ડ અર્પણ કરેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આર.સી.સી. સ્થાપક તેમજ પૂર્વ પ્રમુખ રમણીક દુધાત્રા, એપોલો સ્કુલ કેમ્પસ ડાયરેકટર સી.આર. જોધાણી, સ્કુલના છાત્રો સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.