Abtak Media Google News

સરકારી આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૮-૧૯માં નોટ છાપવાના ખર્ચમાં ૧૮.૪ ટકાનો ઘટાડો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૦૧૮-૧૯ દરમિયાન ૨૦૦૦ની એક નોટ છાપવાના ખર્ચમાં ૧૮.૪ ટકા ઓછો થયો છે. સરકારી ડેટા પ્રમાણે ૨૦૧૭-૧૮માં ૨૦૦૦ની એક નોટ છાપવાની કિંમત ૬૫ પૈસાથી વધારે હતી. ત્યારબાદ ૨૦૦૦ની નોટ ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ છાપી. આ સંસ્થા આરબીઆઈ સાથે કામ કરી રહી છે.

Advertisement

મહત્વનું છે કે રાજ્ય સભામાં રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે આ ડેટા પ્રસારીત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ૨૦૧૮-૧૯માં ૨૦૦૦ની એક નોટ છાપવા માટે બીઆરબીએનએમપીએલને ૩ રૂપિયા ૫૨ પૈસા ખર્ચ કરવા પડતા હતા જ્યારે ૨૦૧૭-૧૮માં આ કિંમત રૂ.૧૮ પૈસા હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, ૨૦૧૮-૧૯માં ૫૦૦ રૂા.ની નોટ છાપવા માટે  રૂ.૨.૧૩ પૈસા ખર્ચ થયો જ્યારે ૨૦૧૭-૧૮માં આ ખર્ચ રૂ.૨.૩૯ પૈસા હતો તેવી જ રીતે ૨૦૦ની એક નોટ છાપવા માટે ૨૦૧૮-૧૯માં ૨ રૂપિયા ૧૫ પૈસા ખર્ચ થયો જ્યારે ૨૦૧૭-૧૮માં આ ખર્ચ ૨ રૂપિયા ૨૪ પૈસા હતો.

રિપોર્ટ પ્રમાણે ભારતીય મુદ્રાનું મુદ્રણ ધ સિક્યુરીટી પ્રિટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા પણ કરાય છે. ૨૦૧૮-૧૯ના સત્રમાં  રૂ.૫૦૦ની એક નોટ છાપવા માટે એસપીએમસીઆઈએલે ૩ રૂપિયા ૩૬ પૈસા ખર્ચ કર્યો જ્યારે ગત વર્ષે પણ આ ખર્ચ એટલો જ હતો. તેવી જ રીતે ૨૦૦ રૂપિયાની નોટ છાપવા માટે ૨૦૧૮-૧૯માં ૩ રૂપિયા ૧૨ પૈસા ખર્ચથયોજ્યારે ગત વર્ષે પણ આ ખર્ચ એટલો જથયોહતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.