Abtak Media Google News

ભાવેશ ઉપધ્યાય, સુરત:

અત્યાર સુધી તમે અનેક રંગોની છત્રી જોઈ હશે….. રંગબેરંગી અનેક ચિત્રો, અવનવી ડિઝાઇન સાથેની છત્રીઓ પણ જોઈ હશે. અને સમાન્યપણે છત્રીનો ઉપયોગ વરસાદના સમયે કરવામાં આવે છે તેની કિંમત સો રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી હોય છે પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે છત્રીની કિંમત 20 લાખ રૂપિયા પણ હોય..?? સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ સુરતમાં એક વિશેષ અને અનોખી છત્રી બનાવવામાં આવી છે, જે માત્ર ડિઝાઇન, રંગ કે ચિત્ર નહીં પણ સંપૂર્ણપણે હીરાથી જડિત છે. જેની કિમંત અંદાજે 20 લાખ રૂપિયા અંકાઇ રહી છે.

ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડની કલાકારી અને ઝવેરાત વિશ્વભરમાં વિખ્યાત છે. અહી હીરાના ઉધોગપતિ, કારીગરો દ્વારા હીરાજડિત અનેક ચીજ-વસ્તુઓ બનાવાય છે જે ખૂબ ચર્ચિત બને છે, તાજેતરમાં હીરાજડિત રાખડીઓ બ્નવવામાં આવી તે ખૂબ ચર્ચિત થઈ હતી ત્યારે આ વખતે સુરત ફરી એક વખત વિશ્વને આશ્ચર્ય ચકિત કરવા માટે તૈયાર છે. આ વખતે સુરતની એક કંપનીને અમેરિકન કંપની દ્વારા સોના અને હીરા જડિત છત્રીનો ઓર્ડર મળ્યા બાદ આ પ્રકારની છત્રી બનાવી છે.

Screenshot 1 82

છત્રીમાં જ્યાં જૂઓ ત્યાં હીરા જ હીરા નજર આવે છે. સુરતની એક કંપનીએ આ છત્રી બનાવી છે તેની ખાસિયત એ છે કે એની ઉપર 1000 કે 2000 નહીં પરંતુ 12,000 જેટલા રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અડધો કિલો સોનુ આ છત્રીમાં વપરાયું છે. આ છત્રીની સાઈઝ આઠથી દસ ઇંચ જેટલી છે. 175 કેરેટ વેટના 12000 ડાયમંડ છે.

સુરત ખાતે 27, 28 અને 29 નવેમ્બરના રોજ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ભારતનો પ્રથમ મેન્યુફેક્ચરર માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબીશનનું આયોજન કરાયું છે. જેમાં આ છત્રીનું પ્રદશન કરાયું છે. હીરાથી ભરેલી આ છત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ એક્ઝિબીશનમાં હોંગકોંગ અમેરિકા સહિતના દેશોથી બાયર્સ આવનાર છે. જેમની નજર આ 20 લાખની છત્રી પર જ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.