Abtak Media Google News

ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે રૂપિયો રેકોર્ડ સ્તરે નીચલી સપાટીએ પહોંચી ગયો છે. બુધવારે નવા રેટ પ્રમાણે એક ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઘટીને 73.33 થઈ ગઈ છે. છેલ્લા કેટલાંક સમયથી અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો નબળો થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકારથી આપવામા આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રૂપિયાની ઘટતી કિંમત રોકવામાં આવશે. જોકે હજી સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયોની અસર દેખાવાની બાકી છે.

સપ્ટેમ્બરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે સતત રૂપિયામાં ઘટાડો તથા ક્રૂડ તેલની કિંમતમાં વદારો થવાથી રાજ્યોને ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજ કરતા વધારે 22,700 કરોડ રૂપિયા ઈનડાયરેક્ટ ટેક્સની આવક થશે. એક રિપોર્ટમાં એવો પણ અંદાજ આપવામાં આવ્યો છે કે, આંતરરાષ્ટ્રીય બેન્ક વિદેશ વિનિયમ બજારમાં મંગળવારે ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઓલ ટાઈમ લો 72.73ની સપાટીએ આવી ગઈ હતી.

જ્યારે ક્રૂડ ઓઈલની કિંમત 78 ડોલર પ્રતિ બેરલથી પણ વધારે થઈ ગઈ છે. તેથી મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 509 અંક એટલે કે 1.34 ટકા ઘટીને 37,413 અંક પર આવી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.