Abtak Media Google News

એગ્રીમેન્ટની તૈયારી શરતો હવે નકકી થશે: રોગોઝાન

રશિયાએ અજે ભારતને એસ.૪૦૦ ટ્રીટુમ્ફ એન્ટી એરક્રાફટ મિસાઇલ સિસ્ટમ ઇન્ડિયાને સપ્લાય કરવા તૈયારી બતાવી હતી. બન્ને દેશોની સરકાર વચ્ચે આ અંગેની શરતો માટે ચર્ચા કરવામાં આવશે.

Advertisement

આ કોન્ટ્રાકની તૈયારી ના ભાવ રુપે ભારતમાં સપ્લાય માટે એસ.૪૦૦ એન્ટી એરક્રાફટ મિસાઇલ માટે ઉત્પાદન આરંભી દીધુ હોવાનું રશિયાના ડેપ્યુટી  પ્રાઇમ મિનિસ્ટર ડીમીટી રોગોઝીન દ્વારા મીડીયાને નિવેદન આપવામાં આવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા દ્વારા કેટલી માંગ કરાશે તે હાલમાં કહેવું શકય નથી. હજુ આ બાબતનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ હવે શરતો વિશે ચર્ચા થવાની છે.

રશિયાની તાસ ન્યુઝ એજન્સી એ ટાંકયુ હતું કે રોગોઝીનના જણાવ્યા પ્રમાણે ભારતના પ્રધાનમંત્રી મોદી દ્વારા હાલ રાશિયાના શહેરોની મુલાકાત ચાલી રહી છે.

ઇન્ડિયા દ્વારા ગત વર્ષ ૧પ ઓકટોબરે આ એરક્રાફટ માટે રશિયા સાથે ડીલ કરવામાં આવી હતી જેના દ્વારા બન્ને દેશોવચ્ચે જોડાયો થકી તેની સાથે કામોવ હૈલીકોપ્ટર બનાવવા માટે ચાર રાજયોમાં પ બિલિયનના કરાર થયા હતા.

ત્યારબાદ હવે. એસ.૪૦૦ ટ્રીટુમ્ફ એર ડીફેન્સ મિસાઇલ સિસ્ટમની વિશાળ રેન્જ ધરાવે છે. તેની તાકાત દુશ્મનોના એરક્રાફટ મિસાઇલ અને ડોનનો ૪૦૦ કી.મી. સુધીના એરીયામાં નાશ કરવાની છે.

ભારત અને રશિયા વચ્ચે ચાર રસ્તા વધારે વર્ષોથી ઓછામાં ઓછી પાંચ સિસ્ટમો ખરીદવા વાર્તાલાપ ચાલી રહ્યો છે. ત્યારે તેની ક્ષમતા જોઇએ તો ત્રણ પ્રકારના મિસાઇલ પર ફાયરીંગ કરવું, પ્રતિરોધ કરવો અને અને એક સાથે ૩૬ કાર્યો કરી શકવા માટે સમર્થ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.