Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા:

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વસવાટ કરતા શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ પૂર્વ સૈનિકોને નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજ્ય તરફથી મીલીટરી નોકરીને આધારીત ગણાતા કારણોસર ૫૦ % કે તેથી વધુ શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ પૂર્વ સૈનિકોને માસિક નીભાવ સહાય રૂ. ૫૦/- ક્ષતિગ્રસ્તતાની પ્રતિ ટકાવારી લેખે લઘુત્તમ રૂ. ૨૫૦૦/- અને મહત્તમ રૂ. ૫,000/- પ્રતિ માસ આપવામાં આવશે.

કોને સહાય મળશે..?

આ સહાય મેળવવા માટે પૂર્વ સૈનિક મીલીટરી માંથી છુટા થયા બાદ સરકારી જાહેર સહાય પંચાયત કે નગરપાલિકા જેવા સરકારી કે અર્ધ સરકારી વિભાગ તરફથી કોઈપણ પ્રકારનો પગાર કે પેન્શન મેળવવા પાત્ર ન હોય તેમજ પુનર્વસવાટ માટે સરકાર તરફથી ખેતી માટે જમીન કે પેટ્રોલિયમ પ્રોડક્ટ એજન્સીની ફાળવણી થયેલ ન હોય તેવા કિસ્સામાં આ સહાય મળવાપાત્ર થશે.

આ સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો જેવા કે મીલેટરી નોકરીને આધારિત શારીરિક ક્ષતિગ્રસ્ત થયાની પુષ્ટિ કરતા આર્મી મેડિકલ ઓથોરિટીના દસ્તાવેજ/ પત્ર, પૂર્વ સૈનિકનો ડિસેબિલિટી અને સર્વિસ પીપીઓ, આઈ કાર્ડ અને ડિસ્ચાર્જ બુક સાથે વધુ માહિતી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી સાબરકાંઠા હિંમતનગરનો રૂબરૂ અથવા ટેલિફોન નં.૦૨૭૭૨ ૨૪૬૬૩૦ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.