Abtak Media Google News

મીઠાઇ, નાળીયેરની ચટણી તથા વિવિધ વ્યંજનોમાં તેનો ઉપયોગ સ્વાદ રસિકોની પ્રથમ પસંદ  ચહેરાની ત્વચા અને વાળ માટે અત્યંત લાભદાયી: એન્ટીફંગલ અને એન્ટીબેકટીરીયલ ગુણોથી ભરપુર

 

આજે વર્લ્ડ કોકોનટ દિવસ છે. કોકોનટ એક એવું કુદરતી પીણું છે જે બાળકોથી લઇને વડીલો સુધી દરેકને અત્યંત પ્રિય છે. કોકોનટની ખેતી ભારત સહિત દુનિયાના વધુ પડતા ઉષ્ણકટિબંધીય એટલે કે ગરમ પ્રદેશોમાં કરવામાં આવે છે. નાળીયેરનો ઉપયોગ આરોગવાથી લઇને શરીર પરના ઘાવ પર લગાવવાથી માંડીને વિવિધ પ્રાકૃતિક ઉપચારો માટે પણ કરવામાં આવે છે. દુનિયાના અલગ અલગ ભાગોમાં તેના ઉપયોગમાં એક વિશેષ રીત છે. નાળીયેરનું પાણી, નાળીયેરનું દુધ, નાળીયેરનુ: ક્રીમ, તેલ અને પાંદડાનો પણ ખાદ્ય ઉઘોગથી લઇને કોસ્મેટીક ઉઘોગ સુધી ઉપયોગ કરવામાં આવે છે. નાળીયેરનું પાણી શરીર માટે અત્યંત ફાયદા કારક છે. ચાલો જાણીએ કેવી રીતે?

 

નાળીયેરના ફાયદા

નાળીયેર પાણી વિવિધ ગુણોથી ભરપુર છે. તેમાં પ0 ટકા પાણી 10 ટકા કાર્બ્સ અને લગભગ 3.5 પ્રોટીન હોય છે. એ સિવાય નાળીયેર પાણીમાં ખનીજ અને વસા એટલે કે જરુરી ફેટની પણ ભરપુર માત્રા રહેલી છે. નાળીયેર ફાઇબર અને એન્ટીઓકિસડેન્ટથી સમૃઘ્ધ છે. જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. નાળીયેરમાં કેલરીનું પ્રમાણ ખુબ ઓછું હોલય છે નાળીયેર ટ્રાઇગ્લિસરાઇડસ ફેટનો શરીર તુરંત ઉપયોગ કરી લે છે, અને તે શરીરમાં જમા નથી થતું જેથી વજન વધતુ નથી. નાળીયેરમાંથી કેટલીક  ખાસ રેસિપી પણ બનાવી શકાય છે જે સ્વાદપ્રિય લોકોની પ્રથમ પસંદ છે.

મેંગો કોકોનટ આઇસ્કીમ

તાજી પાકેલી કેરીનો પલ્પ અને નાળીયેરનું દૂધ આ બન્નેને એક સાથે ભેળવીને ઇટાલિયન ડેઝર્ટ પેનાકોટા તૈયાર કરવામાં આવે છે. આ રેસિપીનો ઉ5યોગ  કરીને આઇસ્ક્રીમ બનાવી શકાય છે. જે અત્યંત ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આમા ખાંડની માત્રા લગભગ ના બરાબર હોય છે. જેથી વેઇટ લુસ કરનાર તથા ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે. એટલું જ નહીં તેમાં ફાઇબર અને વિટામીનની ભરપુર માત્રા પણ હોય છે. જે શરીર માટે ફાયદેમંદ છે.

નાળીયેર બિરીયાની

નાળીયેરના દૂધ સાથે બાસમતિ ચોખાને મસાલા અને નાળીયેરના દૂધને મલાઇ સાથે પકાવવામાં આવે છે જે પ્રોટીન અને ફેટથી ભરપુર હોય છે. પારંપરીક ભારતીય મસાલા સાથે વિવિધ વ્યંજન તૈયાર કરવામાં પણ નાળીયેરનો ઉપયોગ કરવામાં આવે છે. જે પાચનક્રિયા સુધારે છે તથા પેટ સંબંધીત બીમારીઓને દુર કરવામાં મદદરુપ થાય છુે. એ સિવાય નાળીયેર મીઠાઇ, ચટણી તથા અન્ય વ્યંજનમાં સ્વાદને નિખારવા માટેના પણ ઉપયોગ કરવામાં આવે છે. નાળીયેરમાં એન્ટીફંગલ અને એન્ટીબેકટીરીયલ ગુણોની ભરમાર છે. જે ચહેરો અને વાળ બન્ને માટે અત્યંત લાભદાયી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.