સાબરકાંઠા: ઈડરના ઈટડી ગામે શ્વાને બાળકના કર્યા ભૂંડાહાલ, સારવાર અર્થે સહાય માટે પરિવારની ગુહાર

હિતેશ રાવલ – સાબરકાંઠા: રખેવાળ કરનાર શ્વાન પણ ઘણી વાર ઘાતક બની જતાં હોય. તેમનું આ ઘાતકી સ્વરૂપ ઘણી વખત મોટી દુર્ઘટના સર્જી શકે છે. ત્યારે સાબરકાંઠામાં પણ શ્વાનના ત્રાંસની ઘટના બની છે. સાબરકાંઠાના ઈડર ગામમાં ચાર વર્ષના બાળકને હડકાયા શ્વાને બટકું ભર્યું છે. માસૂમ બાળકને ધોળા દિવસે કરડીને શ્વાને માસૂમ બાળકના ભૂંડાહાલ કર્યા છે. આ બાળકનું નામ પિયુષ છે. તે 4 વર્ષનો છે. આ બાળકને શ્વાને મોં પર કરડીને જડબાની હાલત અત્યંત ખરાબ કરી છે. તે બાળકના નીચેના હોઠ પર કરડી ગયું છે. આ બાળકને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ બાળકની મદદ માટે ઈડરના ગ્રામજનો પણ જોડાયા છે. બાળકની મદદ માટે ગ્રામજનોએ કરી અપીલ કરી છે કે શનિવારે આ બાળકનું ઓપરેશન છે તો જેટલી વધારે થાય એટલી અને ઝડપથી પિયુષની મદદ કરવા વિનંતી. આ બાળકની મદદ કરવા માટે સ્થાનિક લોકો પોતાના ફોન માં આ પ્રકારના સ્ટેટસ મૂકી રહ્યા છે. પિયુષના ઓપરેશનમાં આર્થિક રીતે મદદ કરવા માટે 9099325511 નંબર લોકોને આપવામાં આવ્યો છે અને ગૂગલ પે અને ફોન પેની મદદથી પણ પિયુષની મદદ કરી શકે છે.