Abtak Media Google News

સાબરકાંઠા, હિતેશ રાવલ: પેટ્રોલિયમ પેદાશો, કોલસો, કુદરતી વાયુ જેવા ખનીજો એટલે કે આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત મર્યાદિત જથ્થામાં હોવાથી તે લુપ્ત થવાને આરે છે. આવા સમયે આવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પર નિર્ભરતા ઓછી કરી સૌર ઊર્જા, પવન ઊર્જા, દરિયાઈ ઉર્જા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરફ વળવાની ખૂબ જરૂર છે. ત્યારે હવે ગ્રીન ઉર્જા પર ભાર મુકાઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે પણ ગ્રીન ડેવલપમેન્ટ અપનાવી મોટાભાગના પોલીસ મથકોમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. સાબરકાંઠા પોલીસ મથકોમાં હવેથી વીજબિલ નહિવત આવશે તેમજ મોટાભાગના પોલીસ મથકોને પ્રતિ માસ ચોક્કસ આવક પણ ઉભી થશે.

વીજ બિલમાં બચત તેમજ પોલીસ મથકોને આવક પણ ઊભી થશે

ગ્રીન ઊર્જા થકી વીજ બિલમાં બચત તેમજ ચોક્કસ આવક પણ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગ્રીન ઉર્જા મામલે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય તેમજ સબસીડી જાહેર કરવામાં આવી છે. તેમજ છેવાડાના વ્યક્તિ સુધી સોલર રુફટોપ થકી ઓછા ખર્ચથી નિયમિત અને સતત વીજળી આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કરાયો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસે કરેલો પ્રયાસ રાજ્યભરમાં નવીન દિશા બની રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે મોટાભાગના પોલીસ મથકોમાં ગ્રીન ઉર્જા થકી વીજળી મેળવવાની નવી પહેલ શરૂ કરી છે. જેથી જિલ્લાના મોટાભાગના પોલીસ મથકોમાં હવે સૌરઊર્જાથી તમામ પોલીસ મથકો જગમગી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના ૧૦ જેટલા પોલીસ મથકો સંપૂર્ણપણે ગ્રીન ઊર્જા થકી સંચાલિત

સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરેલા પ્રયાસ અંતર્ગત હાલના તબક્કે જિલ્લામાં પાંચ હજારથી વધારે લોકોએ પોતાના મકાનોની છત ઉપર સોલર રુફટોપ લગાવીને વીજળી મેળવતા થયા છે. જિલ્લાના તમામ પોલીસ મથકો પણ આ યોજના અંતર્ગત આવરી લેવાયા છે સાથોસાથ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલો આ પ્રયાસ ગ્રીન ઊર્જાને સમર્થન આપનારો બની રહ્યો છે.

આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે જણાવ્યુ કે હાલમાં સાબરકાંઠા જિલ્લાના ૧૦ જેટલા પોલીસ મથકો સંપૂર્ણપણે ગ્રીન ઊર્જા થકી સંચાલિત થઈ રહ્યા છે તેમજ આગામી સમયમાં બાકી રહેલા પોલીસ મથકો પણ સંપૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત થનાર છે ત્યારે સૌરઊર્જાથી વીજળી મેળવવાનો જિલ્લા પોલીસનો પ્રયાસ સમગ્ર ગુજરાત માટે દિશા સૂચક છે.

Screenshot 1 53આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ જણાવ્યુ કે સાબરકાંઠા જિલ્લામાં હાલના તબક્કે 5000થી વધારે લોકોએ સૌર ઊર્જા અપનાવી છે સાથોસાથ હાલમાં ઉત્તર ગુજરાત વીજ વિભાગ દ્વારા ૨૦ ટકા થી ૪૦ ટકા જેટલી સબસીડી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં 1 કિલો વોટ થી 3 કિલો વોટ સુધી ૪૦ ટકા તેમજ ૩ કિલો વોટ થી ૧૦ કિલો વોટ સુધી ૨૦ ટકા સહાયની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

જો કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અપાતી સબસીડીને પગલે આગામી સમયમાં સૌર ઊર્જા તેમજ ગ્રીન ઉર્જાનો ફેલાવો સમાજ છેવાડાના વ્યક્તિ માટે ખુબ મહત્વનો તેમજ સહાયરૂપ બની રહે તેમ છે ત્યારે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા પોલીસે કરેલા પ્રયાસની વીજ વિભાગના અધિકારીઓ પણ બિરદાવી રહ્યા છે સાથોસાથ આગામી સમયમાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસમાં જિલ્લા પોલીસનો યોગદાન પણ મહત્વનું સાબિત થાય તો નવાઇ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.