Abtak Media Google News

સાબરકાંઠાનુ પોળો એટલે પ્રવાસીઓ માટે જાણે કે ગુજરાતનુ કાશ્મીર, પોળો માં નવા વર્ષની રજાઓને લઈને રજાને માણવા માટે જાણે કે પ્રવાસીઓનો મેળો ઉમટતો હોય છે અને પ્રવાસીઓ થી ઉભરાતુ આ પોળોમાં લોકો કુદરત સાથે મઝા લેતા હોય છે હાલમાં પોળોમાં વેકેસેની રજાઓ પછીના દીવસોમાં પણ લોકો ઉમટી પડતા હોય છે તો વન ડેની પિકનીક માણતા હોય છે

રજાના દિવસે પોળો ફોરેસ્ટ સહેલાણીઓથી ઉભરાય છે

પોળો એટલે પૌરાણીક મંદીરો,જંગલ, નદી અને પર્વતોનો આહલાદ્ક સમુહ અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગનો અહેસાસ થાય છે સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોળોનો વિસ્તાર કુદરતી સૌદર્ય માટે આકર્ષણનુ કેન્દ્ર માનવામાં આવે છે અરવલ્લીના પર્વતોની ગીરીમાળા અને વણજના જંગલનો સમન્વય અહી સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે પાણીના ઝરણાં અને સ્વચ્છ પાણીની નદીઓ એ પ્રવાસીઓના મન મોહી લે છે રાજ્યભરમાંથી અહી પ્રવાસીઓ જાણે કે દીલ ખોલીને કુદરતને મળવા માટે જાણે અહી આવી પહોંચતાં હોય છે જૈન મંદીરોનો કલાત્મક કોતરણી વાળો સમુહ પણ પ્રવાસીઓને અહી ખેંચી લાવે છે આ જંગલોમાં લોકો ઘોડે સવારી સાયકલીગ કરવાની પણ મજા આવે છે જેને લઈ પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહિ ઉમટી પડે છે

પોળોના જંગલો અને પર્વતોની સુંદરતાં એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અહી પાણી સાથે રમવાની અને કુદરત સાથે મસ્તી કરવાની જાણે કે હ્રદયને સ્પર્શી જતી હોય છે અને એટલે જ અહી એકવાર આવતા પ્રવાસીઓ ફરી થી અહી અચુક આવતાં હોય છે અને એટલે જ આ સ્થળ પર જાણે કે ભક્તોની ભીડ વધતી જ જાય છે પ્રતિ દીન દશેક હજાર થી વુધુ લોકો હાલ પોળો ફોરેસ્ટ વિસ્તારની મુલાકાત લેતા હોય છે.  પ્રવાસીઓ માટે જાણે કે ગુજરાતમાં ભરપુર પ્રવાસી સ્થળો છે અને એટલે જ રાજ્ય સરકાર પણ હવે પ્રવાસીઓને ગુજરાતમાં ખેંચી લાવવા માટે ટુરીઝમ પ્રયાસ કરે છે પણ પ્રવાસીઓએ પણ જાહેરનામો ભંગ ન કરે અને પોલોમાં પ્લાસ્ટિક જેમ તેમ ન ફેકે તેનુ ધ્યાન રાખવું પડશે નઈ તો દંડ ભરવા પણ તૈયાર રહેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.