Abtak Media Google News

આ ફોટોગ્રાફ ગીરના જંગલ નજીક તુલશીશ્યામ-ધારી માર્ગ પરનો છે. જ્યાં પ્લાસ્ટિકના કચરામાં સાબર મોઢું નાખી રહ્યા છે. પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં નાખવો એ વન્યપ્રાણીઓ માટે જોખમી છે.

એક ભૂતપૂર્વ વન અધિકારીએ જણાવ્યું હતું કે, હું લગભગ દરરોજ તુલશીશ્યામ-ધારી પંથક પાસેથી પસાર થાવ છું અને જોઉં છું કે પ્લાસ્ટિકનો કચરો અને બચેલો ખોરાક રસ્તાના કિનારે ફેંકવામાં આવે છે અને સાંબર જેવા શાકાહારી પ્રાણીઓ તેને આરોગે છે.

અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શાકાહારી પ્રાણીઓ મીઠું આરોગે છે તેથી વન્યજીવન વિસ્તારમાં વિવિધ સ્થળોએ મીઠાના ઢગલા મૂકવામાં આવે છે જેથી પ્રાણીઓ મીઠું આરોગી શરીર માટે જરૂરી ખનિજ તત્વો મેળવી શકે.

પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં પડ્યો હોવાથી અનેક વખત, પ્રાણીઓ ચિપ્સ સહિતના પ્લાસ્ટિકના પેકેટમાં ચોટેલું મીઠું આરોગવાની લ્હાયમાં ક્યારેક પ્લાસ્ટિક જ આરોગી જાય છે. વન્યજીવ નિષ્ણાતો માંગણી કરી રહ્યા છે કે સરકારે તાત્કાલિક વન અધિકારીઓને તુલશીશ્યામ-ધારી રૂટની મુલાકાત લઇ પ્રવાસીઓને આ વિસ્તારમાં કચરો નાખવા સામે ચેતવણી આપવી જોઈએ. ગુનેગારોને પકડવા માટે સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ.  સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.