Abtak Media Google News

ગૌશાળા ટ્રસ્ટ ઘોઘાવદર દ્વારા મહંત શામળદાસ બાપુની નિશ્રામાં કરાયું આયોજન: ૨૨ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે

ગોંડલ તાલુકામાં સંત શિરોમણી દાસીજીવણ સાહેબની જગ્યા ઘોઘાવદર ખાતે ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૧ને રવિવારના રોજ સમસ્ત મેઘવાળ સમાજના સમૂહ લગ્નનું મહંત શામળદાસ બાપુ તા માતા શારદામણીની નિશ્રામાં આયોજન કરાયું છે. જેમાં ૨૨ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.

આ પ્રસંગે તા.૨૦ને શનિવારે રાત્રે ૯ કલાકે સંતવાણી યોજાશે. જેમાં કલાકાર હેમંત પરમાર અને હરેશ ખાણીયા તા નિલુબેન વાળા, બેન્જો માસ્ટર દિપક સોલંકી સહિતના સંતવાણીનું રસપાન કરાવશે. આ પ્રસંગે હરિદ્વારી મહામંડલેશ્ર્વર રાજેન્દ્રગીરીજી મહારાજ તા સાવરકુંડલાી મહંત ગોવિંદરામ બાપુ તેમજ ભાવનગરી મહંત હજુરદાસબાપુ અને સિધ્ધપુરી મહંત પ્રેમનાબાપુ આશિર્વાદ આપશે.

ગોંડલ તાલુકા શહેર તા ગ્રામ્ય સમાજ સેવાના ભામાશા જેન્તીભાઈ પુનાભાઈ પરમારને સમાજ રત્ન એવોર્ડ અપાશે. આ કાર્યક્રમમાં પૂ.ગોરધનબાપા (ઉગમ કૃપા, સોનલમાં આશ્રમ-બાન્દ્રા) આશિર્વચન પાઠવશે.

આ કાર્યક્રમની વિગતો આપવા શામળદાસજી મહારાજ-ઘોઘાવદર, કાંતીદાસ-ઘોઘાવદર, ત્રિલોકબાપુ-ઘોઘાવદર, સુરજબાપુ-ઘોઘાવદર, જેન્તીભાઈ પુનાભાઈ પરમાર-વાળધરી, નારણભાઈ ભલાભાઈ-મહિકા મોટા, નારણભાઈ જીવાભાઈ બગડા-રાજકોટ, માવજીભાઈ ચનાભાઈ ધર્મેન્દ્રભાઈ જેઠાભાઈ પરમાર-સતાપર, પ્રેમજીભાઈ નુભાઈ જાદવ-ગોંડલ, ચીમનભાઈ તેજાભાઈ મકવાણા-ગોંડલ, હરજીભાઈ દેવજીભાઈ પરમાર-ભોજપરા, નાનજીભાઈ ઘેલાભાઈ બોરીચા-બીલીયાણા, ભગાભાઈ નાજાભાઈ ધ્રાંગા-સતાપર, સવજીભાઈ નાગજીભાઈ સાગઠીયા-ગોંડલ, લાવદીનભાઈ બચુભાઈ પરમાર-ગોંડલ ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.