સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મુક્તિદિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

કલેક્ટર ભાનુ પ્રભાએ ઘ્વજારોહણ કરી પ્રદેશના સર્વાંગી વિકાસની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મુક્તિદિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કલેક્ટર ભાનુ પ્રભાએ ઘ્વજારોહણ કરી પ્રદેશના સર્વાંગી વિકાસની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દાદરા નગર હવેલીનાં 69 માં મુક્તિ દિવસની ઉજવણી સેલવાસ ખાતે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીનું આજે 69 માં મુક્તિ દિવસની ઉજવણી કરાઈ હતી. સવારે 9.15 વાગ્યે કલેક્ટર ભાનુ પ્રભાએ ધ્વજારોહણ કરી દાદરા નગર હવેલી વાસીઓને મુક્તિ દિવસની શુભેચ્છાઓ આપી હતી. કલેક્ટરે દાદરા નગર હવેલી વિસ્તારમાં થઈ રહેલ વિકાસ કાર્યો પર ફોકસ કરી પ્રદેશનાં સર્વાંગી વિકાસની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

મુક્તિ દિવસનાં રાજકીય સમારોહમાં સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત અધ્યક્ષા નિશા ભાવર, નગરપાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજય દેસાઈ, મામલતદાર ટી.એસ.શર્મા, પોલિસ અધિકારીઓ, જન પ્રતિનિધિઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પહેલા કલેક્ટર અને જન પ્રતિનિધિઓએ ઝંડા ચોક સ્થિત સ્મારક પહોંચી સ્વાતંત્ર્ય સેનાનીઓને પુષ્પ ચઢ઼ાવી નમન્ કર્યો હતા.  દાદરા નગર હવેલી અને દમણ-દીવનાં મર્જર પછી દાદરા નગર હવેલીનાં મુક્તિ દિવસનું મહત્વ પ્રશાસનેઓછું કરી નાખ્યું છે.મુક્તિ દિવસ સમારંભમાં પરેડ હવે હોતી નથી. પહેલાં પ્રશાસનનાં વડા પ્રશાસક દ્વારા ધ્વજવંદન કરાતો હતો, હવે કલેક્ટર કરે છે. પહેલાં સાંસદ પણ જનતાને સંબોધિત કરતા હતા, હવે સાંસદ ફક્ત કલેક્ટરનાં ભાષણ સાંભળે છે. આ બધી વાતોથી  દાદરા નગર હવેલીનાં સ્થાનિક પ્રજામાં ઘણી નારાજગી છે.

  • પ્રદેશની સુખાકારી માટે પ્રશાસન ચિંતિત : કલેક્ટર ભાનુ પ્રભા

 

દાદરા નગર હવેલીના 69 માં મુક્તિદિનની ઉજવણી વેળા કલેક્ટર ભાનુ પ્રભાએ ઘ્વજારોહણ કરી સંઘ પ્રદેશના લોકોને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, સંઘ

પ્રદેશની સુખાકારી માટે પ્રશાસન ચિંતિત છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મુક્તિદિને યોજાયેલ સમારંભમાં સામેલ થનાર તમામ નગરજનોને શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટરે દાદરા નગર હવેલી વિસ્તારમાં થઈ રહેલ વિકાસ કાર્યો પર ફોકસ કરી પ્રદેશનાં સર્વાંગી વિકાસની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

  • કેવી રીતે થયો ભારતમાં સમાવેશ?

ભારત તો આઝાદ થઈ ગયું પરંતુ સ્વતંત્રતા અધિનિયમ 1947 દ્વારા બ્રિટિશરોએ તેમનો કબજો ભારતને સોંપવાની જાહેરાત કરી હતી, પરંતુ તે સમયે ભારતના કેટલાક ભાગો પોર્ટુગલના કબજામાં હતા. આ વિસ્તારો ગોવા, દમણ દીવ, દાદર અને નગર હવેલી હતા. આજે દાદરા નગર હવેલીનો 69મો સ્વતંત્રતા દિવસ છે. ચાલો જાણીએ કે ક્યાં કારણોથી નહોતા થયા ભારત સાથે જ આઝાદ 1954 સુધી પોર્ટુગીઝોએ જમાવ્યું હતું પ્રદેશ પર આધિપત્ય ગુજરાત તેમજ મહારાષ્ટ્ર વચ્ચે 491 વર્ગ કિલોમીટરમાં આવેલા દાદરા નગર હવેલીનો ઇતિહાસ દેશથી જુદો છે.

આ સંઘ પ્રદેશ દાદરા, નગર અને હવેલી આ નામના ત્રણ અલગ ગામડાઓથી મિશ્રણથી બનેલો પ્રદેશ છે. આ પ્રદેશ પર 18 મી સદી ના વર્ષ 1954 સુધી અંગ્રેજો નહી પણ પોર્ટુગીઝોનું આધિપત્ય હતું 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળતા જ પોંડિચેરી, કારગીલ અને ચંદ્રનગરથી ફ્રાન્સિસ ભાગી ગયા હતા. પરંતુ પોર્ટુગીઝોએ દાદરા-નગર હવેલી પર શાસનનો કબજો બરકરાર રાખ્યો હતો. પોર્ટુગીઝ દાદરા નગર હવેલી અને ભારત વર્ષથી અલગ રીયાસત બનાવીને શાસન છોડવા તૈયાર ન હતા.

  • પ્રદેશોને મુક્તિ અપાવવામાં આરએસએસની મહત્વની ભૂમિકા

તે સમયના અગ્રણી સમાજ સેવી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દાદરા નગર હવેલીને પોર્ટુગીઝોથી મુક્ત કરવાનો સંકલ્પ કરી લીધો હતો. મુક્તિ સંગ્રામનું નેતૃત્વ પ્રદેશના પ્રચારક રાજ ભાઉ બાકણકર અને વાય કે ત્રયંબક માઈણકરને સંભાળ્યું હતું. તેમણે જાન્યુઆરી 1954 માં સમાજસેવી તેમજ સ્વતંત્ર સેનાની વિષ્ણુપંત માઈણકરના ઘર પર પોર્ટુગીઝોને ભગાડવા માટેની યુક્તિ તૈયાર કરી હતી. તે દિવસથી મુક્તિસંગ્રામનો શુભારંભ થયો હતો. આ સંગ્રામ દળને આરએસએસના બાબા રામ ભીંડે પુણેના સંચાલક વિનાયકરાવ તથા આર. એસ. એસ. ના માધવ સદાશિવરાવ ગોલવલકરનો સમર્થન મળી ગયું હતું. આખા અભિયાનનો ઉત્તરદાયિત્વ વડોદરા નિવાસી વિશ્વનાથન રાવને આપવામાં આવ્યું હતું.

  • પોર્ટુગીઝોના મુખ્ય કેન્દ્ર, ધમધોકાર ચાલતો લાકડાનો કારોબાર

દાદરા નગર હવેલીના દાદરા, નરોલી, સેલવાસ, રખોલી, ખાનવેલ, પોર્ટુગીઝોનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંથી લાકડાનો કારોબાર પહેલાની જેમ ચાલુ રહ્યો હતો. પોર્ટુગીઝ દાનહની જનતા પર ટેક્સ વસૂલવા માટે પહેલાની જેમ દુ:ખી કરી રહ્યા હતા. ભારત આઝાદ થયા પછી જ્યારે દાદરા નગર હવેલી પોર્ટુગીઝ દૂર થવા માટે તૈયાર ન થયા. ત્યારે સ્વતંત્રતા સેનાની નાના સાહેબ કાજરેકરની આગેવાનીમાં મહારાષ્ટ્ર તેમજ આજુબાજુના ગામડાઓમાં આંદોલનકારીઓની ગુપચુપ બેઠક થવા લાગી હતી. પોર્ટુગીઝ સરકાર આંદોલનકારીઓને જેલમાં મુકવા માટે રણનીતિ બનાવી રહી હતી. પરંતુ ક્રાંતિવીરોએ આ વાતની ભનક લાગી ગઈ હતી. જેનાથી તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં રહીને મુક્તિ માટે યોજનાઓ બનાવવા લાગ્યા હતા.