Abtak Media Google News

દેશના લોખંડી પુરુષ સરદાર પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા અંગે લોકજાગૃતિ માટે રાજ્યભરમાં યોજાયેલી  એકતા યાત્રા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અનીડા વાછરા ગામમાં  આવતા ગ્રામજનો દ્વારા તેને શાનદાર આવકાર આપવામાં આવ્યો હતો.

આ પ્રસગે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા ધારાસભ્ય  લાખાભાઇ સાગઠિયાએ કહ્યું હતું કે સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું પૂર્ણ થયું છે. લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબે એકતાનું પ્રતિક છે. તેમણે રજવાડાઓને એકત્રિત કર્યા હતા. પુરી દુનીયા સાથે આપણી આવનારી પેઢી પણ સરદાર સાહેબના વિશાળ વ્યક્તિત્વનો પરીચય મેળવે તે માટે વિશાળ પ્રતિમા સરદાર સાહેબની આપણીસરકારે બનાવી છે.

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના જીવન કવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની માહિતી વિશેનું નાટક અમદાવાદના અર્ચના આર્ટ ફાઉન્ડેશનના કલાકારોએ રજૂ કર્યું હતું.

આ પ્રસંગે સરપંચ છગનભાઈ મણવર, ઉપસરપંચ  વિપુલભાઈ શિયાળુ, અગ્રણી સર્વ મહેશ ભાઈ મણવર, છગનભાઈ રામોલીયા, રામજીભાઈ ખીમાભાઈ, કાર્યપાલક ઇજનેર નીતિન ચાવળા, ટીડીઓ જે. જી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.