Abtak Media Google News

ઇરાનનું પીઠબળ ધરાવતા  વિદ્રોહીઓ સામે સાઉદી અરબનો સૌથી મોટો હવાઇ હુમલો

યમનમાં ચાલી રહેલી આંતરિક વિદ્રોહની સ્થિતિમાં બળવાખોરો પર સાઉદી અરબી અને જેના સહયોગી દળોએ એર સ્ટ્રાઇક કરી હતી. આ એર સ્ટ્રાઇકમાં ૧૭૦ થી વધુ વિદ્રોહીઓના મૃત્યુ પયાના જયારે ૪૦ થી વધારેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Advertisement

યમનમાં વિદ્રોહી કેદીઓના સંઘર્ષ સામે સાઉદીની લશ્કરી કાર્યવાહીમાં દેશના દક્ષિણ-પશ્ર્ચિમ ધમાર પટાગણમાં સાઉદીના હવાઇ હુમલામાં થયેલી ખુનામરકીમાં ૧૭૦ જેટલા મૃત્યુ અને ૪૦ ને ગંભીર હાલતમાં સારવાર માટે લવાયા હોવાનું રેડક્રોસના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. યમનમાં રેડક્રોસના પ્રતિનિધિ રહેલા ફ્રાન્સ રોયેંન્ગ સ્ટીંગે જણાવ્યું હતું કે રવિવારે સાઉદીના હવાઇ હુમલામાં વ્યાપક ખુનામરકી સર્જા છે. યમનમાં ઇરાનનું પીઠબળ ધરાવતા હોવથી વિદ્રોહી સામે સાઉદી ૨૦૧૫ થી સંઘર્ષમાં ઉતર્યુ છે.

તાજેતરમાં જ હવાઇ હુમલામાં સૌથી વધુના મૃત્યુ અને અસંખ્ય લોકો ઘાયલ થયાના અહેવાલો યમનમાં  માનવસેવાની કાર્યવાહી માં જોડાયેલા રેડક્રોસના પ્રતિનિધિઓએ જણાવ્યા હાર અત્યારે મુસ્લિમ જગતમાં અહિસા વાદ અને માનવતાના સંદેશા સાથે મોહરમ ના તહેવારની ઉજવણી થઇ રહી છે. ત્યારે યમનમાં આ લોહિયાણ માનવસંહાર સાઉદી સામે અનેક પ્રશ્ન ઉભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.