Abtak Media Google News

વારસાઈ  મિલ્કતના ચાલતા વિવાદમાં પુત્રીએ વેચાણ દસ્તાવેજ રદ કરવા દાદ માંગતા જેમાં ભાઈઓએ દાવો  રદ કરવાની કરેલી માંગ ફગાવી દીધી

ખંઢેરી સ્થિત વડીલોપાર્જિત જમીનમાં વારસાઈ હકક મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સહિતના સામે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જે દાવો રદ કરવા માટે કરવામાં આવેલી અરજી અદાલતે ફગાવી દીધી છે.

દાવાની વિગત મુજબ, મીણભાઈ દેશળભાઈ જળુ  સૌરાષ્ટ્ર ક્રિકેટ   એશોશીએશન  તથા સ્વ. નારણભાઈ દેશળભાઈ જળુના વારસો   સ્વ. કરશનભાઈ દેશળભાઈ જળુ ને જો તેણીના પિતાની વડીલોપાર્જીત વારસાઈ હકકવાળી મિલકતમાં પાર્ટીશન મળવવા તથા તેણીનો વારસાઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોશીએશનની તરફેલમાં થયેલ દસ્તાવેજ રદ કરવા રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, મીણબાઈબેન સ્વ. દેશળભાઈ ઉકાભાઈ જળુના સંતાન છે.   તેણીના પિતા કોઈપણ જાતનું વીલ કર્યા વગર તેની સ્થાવર-જંગમ મિલ્કતો છોડી સને 1992 માં અવસાન પામેલ છે. ત્યારબાદ તેમાના પિતાની મિલ્કતો બાબતે કોઈ વારસા સર્ટી. તેમના ભાઈઓ કે તેના વારસદારો ધ્વારા મેળવવામાં આવેલૂ નથી.

પડધરી તાલુકાના ખંઢેરી ગામના રે.સ.નં. 251 ની ખેતી જમીન સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોશીએશનને રૂપિયા 39 કરોડ પાંચ લાખ માંરે.સ.નં.251 ની ખેતીજમીન એકર-17.30 ગુંઠા વેચાણ આપવાનો દસ્તાવેજ તા.8/5/19 ના રોજ કરી નાખવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોશીએશન જોગ વાદીના ભાઈઓના વારસદારોએ વેચાણ દસ્તાવેજ કરી નાખતા રાજકોટ કોર્ટમાં તે દસ્તાવેજ રદ કરવા તથા વડીલોપાર્જીત મિલ્કતમાંથી હિસ્સો મેળવવા દાવો દાખલ કરવામાં આવેલ છે. તે દાવામાં પ્રતિવાદીએ મનાઈ અ2જી ન સંભળાય તેવા બદઈરાદે દાવો રીજેકટ કરવા માટે અરજી આપેલ. તે અરજી કોર્ટએ નામંજુર કરતા ઠરાવેલ છે કે, વાદીના પિતા સને 1962 માં ગુજરી ગયેલ છે.

ત્યારબાદ કયારેય પાર્ટીઓ વચ્ચે લેખિતમાં પાર્ટીશન થયેલ નથી. અને  ગુજરાત હાઈકોર્ટએ રોશનબેન હાજીભાઈના જજમેન્ટમાં ઠરાવ્યા મુજબ વાદીએ કયારેય તેનો હકક પ્રતિવાદીઓની તરફેણમાં જતો કરેલ નથી. લીમીટેશનનો ’મીકસ કવેશ્ચન ઓફ ફેકટ એન્ડ લો’ હોય, દાવો મુદ્દત મર્યાદા બહારનો નથી અને દાવો ચોકકસ રીતે કોઝ ઓફ એકશન ધરાવે છે. જયારે રેવન્યુ રેકર્ડની નોંધ અન્વયેના સ્ટેટમેન્ટ બાબતે વાદીનો ઈન્કાર હોય ત્યારે દાવા અરજી ફેંકી દઈ શકાય નહિ. તેવું ઠરાવી કોર્ટએ મીણબાઈબેન જળુનો દાવો રદ ક2વાની અ2જી ફગાવી દીધેલ છે.આ દાવામાં વાદી વતી એડવોકેટ વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, બ્રીજ શેઠ તથા પ્રકાશભાઈ બેડવા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.