Abtak Media Google News

ગુજકેટની પરીક્ષામાં 99 પીઆર ધરાવતા 80 વિદ્યાર્થીઓ: ધો.10ની પરીક્ષાના 18 વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં: ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા લેતા મોદી સ્કુલના શિક્ષકો-વિદ્યાર્થીઓ

મોદી સ્કૂલનું વિઝન “ઉત્કૃષ્ટ શિક્ષણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ” આ સૂત્ર સાથે મોદી સ્કૂલની શુભ શરૂઆત થયેલ જે આજે NEET-JEE-FOUNDATION-BOARD-CA-CPT-IPMAT જેવી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મોદી સ્કૂલ સમગ્ર સૌરાષ્ટ્રનાં શિક્ષણ જગતમાં ટોચના પરિણામો આપી રહી છે. અને એટલે જ સૌરાષ્ટ્ર ભરના શિક્ષણપ્રેમી વાલીઓની પ્રથમ પસંદગી એક Complete સ્કૂલ તરીકે મોદી સ્કૂલ 2હેલ છે.

બોર્ડ JEE-NEETના આવા ઉજળા પરિણામ માટે સ્કૂલની Continous પરીક્ષા પેર્ટન શિક્ષક તથા આચાર્યનું સતત માર્ગદર્શન તથા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત કાળજી થકી શ્રેષ્ઠ પરિણામો શક્ય બને છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ-12 સાયન્સ, કોમર્સ, આર્ટસ તથા ધોરણ-10 માં સતત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે. આ સાથે ઊંચાઈની તમામ ગિરિમાળાઓ પણ આ શાળાના વિદ્યાર્થીઓએ સર કરેલ છે.

માર્ચ-2023 નાં ધો.12 સાયન્સનાં રિઝલ્ટમાં GUJCET & BOARD TOP TEN માં 18 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમાં 2023 ના એક જ વર્ષમાં છ વિદ્યાર્થીઓએ 99.99 PR મેળવેલ છે, તેમાં ફ્રિનાદ ક્ધડોરિયા, બાદલ તન્ના, ચાર્મી સોમૈયા, પરમ સવજાણી, ક્રેજલ ઢોલરિયા અને દેવ કોટડિયા એ 99 99 PR મેળવેલ છે. આ ઉપરાંત કુલ 18 વિદ્યાર્થી બોર્ડ ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત એન્જીનીયરીંગ તથા ફાર્મસીમાં એડમીશન માટે મહત્વની એવી GUJCET ની પરીક્ષામાં 99 PR+ ધરાવતા 80 વિદ્યાર્થીઓ છે. વર્ષ 2023 માં દેશની કઠિન ગણાતી એવી JEE ની પરીક્ષામાં પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી છે.

મોદી સ્કૂલના 43 વિદ્યાર્થીઓ 99+ PR મેળવ્યા જે સૌરાષ્ટ્રની કોઈપણ સ્કૂલ અથવા કોચીંગ કરતા વધુ છે. આ ઉપરાંત 77 વિદ્યાર્થીઓએ 98+ PR મેળવેલ તથા 240 વિદ્યાર્થીઓએ 90+ PR મેળવેલ છે. હાલમાં જ મેડીકલ પ્રવેશ માટે લેવાતી NEET-2023 માં પણ મોદી સ્કૂલે પોતાના રેકર્ડ બ્રેક કરે તે પ્રકારના પરીણામ અપેક્ષિત છે. જેમાં મોદી સ્કૂલના 20 વિધાર્થીઓ 650+ તથા 60 વિદ્યાર્થીઓ 600+ અપેક્ષિત છે. ગત વર્ષે પણ મોદી સ્કૂલના માઘ્યમથી 188 વિદ્યાર્થીઓ MBBS  પ્રવેશને પાત્ર બન્યા હતા.

ગત વર્ષે IIT માં 13 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર ભારતદેશની આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ કોલેજો જેવી કે IIT, NIT, IIIT, DAIICT, NIRMA, BITS માં 167 વિધાર્થીઓએ પોતાના B.Tech. / B.Eમાં એડમીશન પ્રાપ્ત કરેલ છે.

શિક્ષકોની સરળ શૈલી, ભણાવવાની રીત રંગ લાવી: શેઠ ટ્વીષા

ધો.10ના જાહેર થયેલ રીઝલ્ટમાં શેઠ ટ્વીષાને 99.97 PR આવેલ છે. મારા મમ્મી દિપ્તીબેન ગૃહિણી છે તથા મારા પપ્પા તેજસભાઈ શેરબજારનું કામ કરે છે. તેમની પ્રેરણા મને હંમેશા મળતી રહી છે. તેજ રીતે શાળા પરિવારના પ્રિન્સિપાલ તથા શીક્ષક, મીત્રોનો હંમેશા સાથ અને સહકાર મળેલ છે.

ધોરણ-10 નાં બોર્ડના પરિણામમાં હું જે તેજસ્વી તારલા રૂપે ઝળહળતી જે સફળતા પ્રાપ્ત કરી ને અહિં આવી છું તેનું કારણ મારા માતા-પિતાની પ્રાર્થના આશિર્વાદ અને તેમનો અને મારી મોદી સ્કૂલ પરના વિશ્વાસને આભારી છે. વિદ્યાર્થી બે રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એક શિક્ષણ સંસ્થા દ્વારા અને બીજુ બહાર આવીને વાસ્તવિક જીવન દ્વારા બન્નેમાં વિદ્યા અભ્યાસ સતત હોવો જોઈએ ત્યારેજ જીવનમાં સફળ થઈ શકાય. આજ મોદી સ્કૂલ મારી સફળતારૂપી તાળાની ચાવી રૂપ બની છે. અહિં વિષય શિક્ષકોની સરળ શૈલીમાં ભણાવવાની રીત, જટીલ પ્રશ્ર્નોને ચર્ચા દ્વારા સરળ બનાવી આપે સ્કૂલમાં લેવાતી આઠ પ્રિલિમિનરી પરીક્ષા દરેક પરીક્ષાના ગુણ આવે એટલે વિષય શિક્ષક તેમજ આચાર્ય તરફથી મળતું માર્ગદર્શન મને આગળ વધવા માટે ખૂબ પ્રેરક રહ્યું. પરીક્ષાના છેલ્લા દિવસોમાં ખાસ અમારા મુંઝવતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે ગમે ત્યારે ફોન કરીએ તો પોતાના પારિવારિક કાર્યની વચ્ચે પણ સંતોષ કારક ઉત્તર આપી પ્રશ્ર્નોેનું નિરાકરણ કરતા એ ગુરુજનોનો પણ હું આભાર માનું છું.

સ્કુલના શિક્ષકો અને માતા-પિતાનો પુરો સહયોગ: પરસાણિયા યશ

હું શહેરની નામાંકિત શાળાનો વિદ્યાર્થી એટલે કે અમારી શાળા મોદી સ્કૂલ. મેં શાળા પસંદગી કરી ત્યારે અને અત્યાર સુધીનો અતૂટ વિશ્વાસ. મારૂં અને મારા પરિવારનું એક સ્વપ્ન હતું, જે આજે પૂર્ણ થતાં હું અત્યંત ખુશ છું. તેમ ધો.10માં 99.94 પીઆર મેળવનાર પરસાણિયા યશે જણાવ્યું હતું.

જ્યારે મેં શાળામાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ફોટાઓ, ગુણ જોયા ત્યારે મારા મનમાં પણ એક વિચાર જાગૃત થયો કે આ સ્થાન પર હું ચોક્કસ આવીશ અને હા, મેં માત્ર મનોરથનું સેવન જ ન કર્યુ પણ તે માટે અથાક મહેનત + મહેનત જ કરેલ.

પરીક્ષા રૂપી યુદ્ધ લડવા માટે જેમ હું અર્જુન બન્યો તેમજ એ રથના સંચાલક એટલે કે સારથી મારો આખો મોદી પરિવાર હતો. તેમાં આવતા તમામ સ્ટાફ-મિત્રનો પણ એટલો જ સહકાર.

જે આયોજનબધ્ધ મને ગોઠવ્યો મોદી સ્કૂલે તે પ્રમાણે હું ગોઠવાતા સહજતાથી આ પદને પામ્યો તે માટે હું આજીવન તેનો આભારી રહીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.