Abtak Media Google News
  • 6 અને 7 એપ્રિલ બે દિવસ ચૂંટણી ફરજ બજાવનાર સ્ટાફને બુથ સુધી લેવા મુકવા જવા એસટી બસો રોકાશે: ગ્રામ્ય રૂટો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે: વિભાગીય નિયામક કલોત્રા

રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. રાજકોટ સહિત ગુજરાતમાં તા.7મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફની બુથ ઉપર અવરજવર માટે એસટીની બસો માંગવામાં આવી છે. જેમાં રાજકોટ એસટી ડિવિઝનની 94 સહિત રાજ્યની 2,000 જેટલી બસો ફાળવવામાં આવશે. આગામી તા.6 અને 7ના રોજ ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફને બુથ સુધી મુકવા અને ત્યાંથી લેવા માટે બે હજાર જેટલી એસટી બસો રોકી લેવામાં આવનાર છે.

Advertisement

આ બસો મારફતે ચૂંટણી ફરજનો સ્ટાફ બુથ સુધી જશે અને ત્યાંથી પરત આવશે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યુ હતું કે, રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રએ આગામી તા.6 અને 7ના રોજ ચૂંટણી ફરજના કર્મચારીઓની અવર જવર માટે એસટી તંત્ર પાસે 94 બસો ફાળવવાની માંગણી મુકી છે. જો કે આ બસો ફાળવવામાં આવાથી મુસાફરોને કોઈ જ અગવડતા નહિ પડે કેમ કે ગામડાના રૂટો રાબેતામુજબ જ ચાલુ રાખવામાં આવશે.

રાજકોટ એસટી વિભાગ દ્વારા તા. 6 અને 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે એસટી બસોની ફાળવણી કરવામાં આવશે. જોકે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવાન્સ પેમેન્ટ પણ કરી દેવામાં આવશે. તા.7ના લોકસભા ચૂંટણીના મતદાનને લઈને જાહેર રજા હશે. જેથી તા.6 ના એક દિવસ મુસાફરોને થોડી મુશ્કેલી પડશે, પરંતુ તે સમયે વેકેશન હોવાથી શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ નહીં હોય. માત્ર નોકરી કરતા લોકોને એક દિવસ મુશ્કેલી પડશે, ગ્રામ્ય રૂટો બંધ કરવામાં નહીં આવે. અન્ય રૂટોની ફ્રિક્વન્સીમાં ઘટાડો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.