Abtak Media Google News

મોરબીના સિરામિકના ઉદ્યોગપતિ પરિવાર ચાલીને દ્વારકા જતા ગાગા ગામ પાસે કાર ની ઠોકરે  ત્રણ ચગદાયા

ખીરી મોગલ માતાજીના દર્શન કરી બાઇક પર આવતા યુવકનું જાંબુડા પાસે કારની ઠોકરે મોત: બાણુગાર પાસે બીએમડબલ્યુ કારની હડફેટે પત્નીની નજર સામે પતિનું મોત

મેટોડા પાસે આઇસરની ઠોકરે બાઇક સ્વારનું અને વાંકાનેર નજીક બાઇક ચાલક કાર નીચે કચડાયો

નવા વર્ષના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રના જુદા જુદા હાઇવે પર સર્જાયેલા છ ગમખ્વાર અકસ્માતમાં આઠ વ્યક્તિના મોત નીપજ્યા છે. મોરબીના સિરામીક ઉદ્યોગપતિ પરિવાર ચાલીને દ્વારકા દર્શન કરવા જતા ગાગા ગામના પાટીયા પાસે કારની ઠોકરે એક જ પરિવારની ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ખીરી ગામે મોગલ માતાજીના દર્શન કરીને બાઇક પર આવતા યુવકનું કારની ઠોકરે, નાની બાણુગાર પાસે બીએમડબલ્યુ કારની હડફેટે પત્નીની નજર સામે પતિનું મોત નીપજ્યા છે. જ્યારે મેટોડા પાસે આઇસરની ઠોકરે બાઇક ચાલક અને વાંકાનેર પાસે કારની હડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.

Advertisement

મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાસે મુન હીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા સિરામીકના ઉદ્યોગપતિ પરિવારના રમેશભાઇ ચતુરભાઇ ભાડજા, કરશનભાઇ ભગવાનજીભાઇ ભાડજા, પરેશભાઇ પ્રભુભાઇ લીખીયા પ્રણજીવનભાઇ રતિલાલ ઠોરીયા અને ભૂમિકાબેન ચાલીને મોરબીથી દ્વારકા દર્શન કરવા જઇ રહ્યા હતા અને પરિવારની અન્ય વ્યક્તિઓ જુદા જુદા વાહન લઇને જઇ રહ્યા હતા ત્યારે પદયાત્રીઓ મોટી ખાવડીથી થોડે દુર ગાગા ગામના પાટીયા પાસે પહોચ્યા ત્યારે વહેલી સવારે જી.જે.2ડીએમ.5918 નંબરની મારુતિ બ્રેઝા કારના ચાલકે  ચારેયને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઇ ભાડજા (ઉ.વ.53), કરશનભાઇ ભાડજા (ઉ.વ.65) અને પરેશભઆઇ લીખીયા (ઉ.વ.55)ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયાની કેવીનભાઇ રમેશભાઇ ભાડજાએ મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. બી.બી.કોડીયાતર સહિતના સ્ટાફે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

જામનગર રાજ પાર્કમાં રહેતા દિનેશભાઇ મકવાણા અને તેમના પત્ની અનિતાબેન જી.જે.10બીએચ. 1795 નંબરના બાઇક પર રાજકોટ તરફથી જામનગર જઇ રહ્યા હતા ત્યારે નાની બાણુગાર ગામ નજીક  જી.જે.10ડીએન.  0007 નંબરની બીએમડબલ્યુ કારના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા દિનેશભાઇ મકવાણાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અને તેમના પત્ની અનિતાબેન મકવાણાને સારવાર માટે જામનગર જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે મૃતક દિનેશભાઇ મકવાના પુત્ર યશ મકવાણાની ફરિયાદ પરથી શિપીંગના વ્યવસાય સાથે સંકળાયેવલા ગુલમામદ જુમાભાઇના પુત્ર બીએમડબલ્યુ કારના ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે.

જામનગર જિલ્લાના દડીયા ગામે રહેતા કરમશીભાઇ ઉકાભાઇ કોળી અને રવિ શૈલેષભાઇ સોયગામા નામના યુવાનો જી.જે.10ડીએમ. 9372 નંબરના બાઇક પર ખીરી ગામે મોગલ માતાજીના દર્શન કરી પરત આવતા હતા ત્યારે જાંબુડાના પાટીયા પાસે જી.જે.10ડીજે.1696 નંબરની ઇક્કો કારના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા રવિ સોયગામા નામના 17 વર્ષના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.મુળ જૂનાગઢના વતની અને રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા વિવેક હિતેશભાઇ રાઠોડ પોતાના મિત્રના જી.જે.3ઇએન. 6769 નંબરના બાઇક પર મેટોડા ગયો હતો ત્યારે જી.જે.19વાય.1357 નંબરના આઇસરની સાથે અથડાતા ગંભીર રીતે ઘવાતા તેનું મોત નીપજ્યું હતું.

જ્યારે વાંકાનેરની સિધ્ધાર્થનગર સોસાયટીમાં રહેતા કમલેશભાઇ કનુભાઇ ભટ્ટી અને તેના પુત્ર સુરેશ ભટ્ટી સાથે જી.જે.36એજી.9811 નંબરના બાઇક પર હસનપર બાયપાસ પર જતા હતા ત્યારે જી.જે.5આરએલ. 5375 નંબરની કારના ચાલકે હડફેટે લેતા કમલેશભાઇ ભટ્ટી ગંભીર રીતે ઘવાતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.આટકોટ નજીક આવેલા જંગવડ ગામે બહેનના ઘરે ભાઇ બીજી નિમિતે કારમાં આવી રહેલા ગરણી ગામના વિરલ વિઠ્ઠલભાઇ તલકાણી, તેની માતા લીલીબેન વિઠ્ઠલભાઇ તલકાણી અને અમદાવાદ નિકોલ ખાતે રહેતા મામાના દિકરા રવિ મગનભાઇ વાસાણીની કાર કરણુકી-પાનસરડા ગામ પાસે પલ્ટી ખાતા ગંભીર રીતે ઘવાયેલા લીલીબેન તલકાણીનું મોત નીપજ્યુ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.