Abtak Media Google News

સ્કૂલો ફી મુદ્દે દબાણ કરે તો જિલ્લા શિક્ષણાધિકારીએ પગલા ભરવા પડશે

રાજ્ય અને સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે, જેને લઇને લોકડાઉનની સ્થિતિમાં લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે. આ કપરા સમયમાં પણ સ્કૂલો કમાણી કરવા માગે છે. જોકે સરકાર દ્વારા રાશન, લાઇટ બિલ સહિત અનેક બોજને હળવા કરવા મદદ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતેે મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ૫૫,૦૦૦ શાળાઓમાં સવા કરોડ બાળકો ભણે છે. હવે આ ફી વાલીઓ પાસેથી શાળા સંચાલકો નહીં ઉધરાવી શકે. ગુજરાત હાઇકોર્ટે પણ સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહિ કરી શકે. હાઇકોર્ટ કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હતા જે સામે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરુ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓ ને દબાણ નહિ કરી શકે. હાઇકોર્ટે સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ કરે તો ડીઈઓએ પગલાં લેવાના આદેશ આપ્યા છે. કોરોનાના કપરાકાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા જાહેરહિતની અરજી થઈ હતી. જેમાં આજે નિર્ણય લેવાયો છે. ગુજરાત હાઇકોર્ટ તરફથી વાલીઓને સ્કૂલ ફી મામલે મોટી રાહત મળી છે. કોરોનાકાળમાં ફી ઉઘરાવતી સ્કૂલોને ફટકાર લગાવતા કહ્યું છે કે સ્કૂલો ખુલે નહીં ત્યાં સુધી ફી માંગે નહીં, સ્કૂલ સંચાલકો વાલીઓને ફી મુદ્દે દબાણ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે સરકારે  આ મામલે મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યના વિધાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગે પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જેમાં વિધાર્થીઓની ઈતર પ્રવૃત્તિ સહિત ટ્યુશન ફી માટે લેવામાં આવતી ફી ના વસુલવી, જ્યાં સુધી શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી ટ્રાસ્પોર્ટ, ટ્યૂશન ફી નહીં વસૂલી શકે. જો કોઈ વાલીએ ફી ભરી હોય તો શાળા શરૂ થાય તે શાળા સંચાલકોએ ફી સરભર કરવાની રહેશે, કોઈપણ શાળા ફી વધારો નહિ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.