Abtak Media Google News

વર્ષ ૨૦૧૭માં પસંદગી પામેલા ‘પર’ પી.એસ.આઇ. પુન: કોન્સ્ટેબલ

ખાતાકીય પરીક્ષામાં અન્યાય થયાની હાઇકોર્ટમાં થયેલી રીટમાં મહત્વનો ચૂકાદો

રાજયના ગૃહ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માં મોડ-રની ખાતાકીય પરીક્ષા ગુજરાત ગૌ-સેવા મંડળ દ્વારા લેવામાં આવી હતી. જેમાં અયોગ્ય ઉમેદવારોની પસંદગી કરાય હોવાની આક્ષેપ સાથે કરાયેલી રીટ પીટીશનમાં પસંદગી બોર્ડ દ્વારા કરાયેલા સોગંદનામામાં ૩૭૬ ઉમેદવારોનું પુન: મુલ્યાંકન કરવામાં આવ્યું જેમાં હાઇકોર્ટ દ્વારા પર ફોજદારને પુન: કોન્સ્ટેબલ તરીકે મુકી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

વધુ વિગત મુજબ રાજયના ગૃહ ખાતા દ્વારા પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે નવ વર્ષથી વધુ નોકરી કરતા ઉમેદવારો મોડ-ર એટલે પી.એસ.આઇ. ની ખાતાકીય પરીક્ષામાં બેસી શકે આથી રાજયના ગૃહ વિભાગ દ્વારા ગૌ પસંદગી મંડળ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માં પરીક્ષા લેવામાં આવી હતી.

જે પૈકીના મેરીટમાં અન્યાય થયાની માંગ સાથે હાઇકોર્ટમાં આધાર પુરાવા સાથે રીટ પીટીશન કરવામાં આવી હતી.

આ સુનાવણી ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટીસની ડીવીઝન બેન્ચમાં સુનાવણીમાં ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા કરવામાં આવેલા એફિડેવીટ રજુ કર્યુ હતું. જેમાં શંકાસ્પદ ૩૭૬ પી.એસ.આઇ. ના પેપરનું પુન: મુલ્યાકન કરવામાં આવ્યું હતું. જેમાં પર ફોજદાર પુન: મુલ્યાકનમાં ગેરલાયક કર્યા હતા કે અને અન્યાય થયેલી આઠ ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા નવી યાદી જાહેર કરી પ્રથમ વખત તા. ૬-૧૦-૧૭ ના દિવસે કરાયેલા પરિણામ જાહેર કર્યુ હતું. તેનું પુન: મુલ્યાંકન કરવાનું રહેશે.

પીટીશન દિપનારાયણ રજીનારાયણ ઓઝા તેમજ પીટીશન ચાલતી જતા ડીવીઝન બેંચ આપેલા મહત્વના ચુકાદામાં ૨૦૧૬ માં લેવાયેલી પરીક્ષામાં અને ૨૦૧૭માં જાહેર પરિણામોમાં કોન્સ્ટેબલમાંથી ફોજદાર થયેલાને પુન: મુલ્યાકનમાં ફરી કોન્સ્ટેબલ તરીકે મુકવામાં આવ્યા છે. અને ફોજદારી તરીકે ગેરલાયક ઠેરાવવામાં આવ્યા છે.

મહામુનકર સંપતભાઇ સીતારામ, ઝાલા દિનેશકુમાર જીલુભા, હરપાલસિંહ છગનભાઇ મસાણી, જયદિપસિંહ ભુપતસિંહ જાદવ, ઝાલા પ્રદ્યુમનસિંહ નવલસિંહ, નિતેષકુમાર છગનભાઇ મારુ, જીતેન્દ્રકુમાર જેઠાલાલ, ભરવાડ ઘનશ્યામભાઇ ભલાભાઇ, પટેલ કલ્પેશકુમાર નટવરલાલ, મકવાણા વિઠ્ઠલભાઇ રાઘવભાઇ, ચૌધરી રાજેન્દ્રકુમાર જીવરામભાઇ, સિસોદીયા ઇશ્ર્વરસિંહ અમરસિંહ, ચાવડા વિજયસિંહ જગતસિંહ, ભુવા સાદુલ હાજાભાઇ, જાધવ હીમાશું રશ્મીકાંત, ગમારા ગોપાલભાઇ  મહાદેવભાઇ, હિતેનકુમાર ભગવાનજીભાઇ, નિનામા રાયચંદભાઇ દિતાજી, ઝાલા સંજયસિંહ અજીતસિંહ, મકવાણા પ્રવિણભાઇ માનસંગભાઇ, વિમલકુમાર પ્રેમજીભાઇ, ત્રિપાઠી વિરેન્દ્ર વિદ્યાકાંત, હર્ષદ લાભશંકર ઠાકર, નિનામા અરજણભાઇ હરજીભાઇ, ખરાડી મોહનલાલ કાળાભાઇ, મહિરાજસિંહ સુરપાલસિંહ જાડેજા, દેસાઇ શામળભાઇ ઇશ્ર્વરભાઇ, ભરત ભાગોરાવ પરઘને, ભરવાડ નવીનભાઇ કાતિભાઇ, ગામીત પરેશભાઇ રમેશભાઇ, રાવત હસમુખભાઇ સોમાભાઇ, રાઠોડ દિપકકુમાર ડાશભાઇ, નવલસિંહ બદાજી સીસોદીયા, ચીમનભાઇ સોમાભાઇ સોંદરવા, મહેશ્ર્વરી સામત આસપર, સાધુ દિપકકુમાર મોહનલાલ, સોલંકી ધર્મેશકુમાર કચરાભાઇ, વલવી પ્રવિણકુમાર નસરવાનભાઇ, પરમાર અશોકભાઇ ગણેશભાઇ, સુરેશભાઇ જગનભાઇ રાઠવા, ગામીત બાલકૃષ્ણ શામજીભાઇ, મુરીમા બિલાલ ઉસ્માન, પરમાર નરેશકુમાર મહેંદ્રભાઇ, પાંડવ રમેશભાઇ હસમુખભાઇ, બલાત જીતેન્દ્રકુમાર રાવજીભાઇ, અમલીયાર રાજુભાઇ રામુભાઇ, પ્રકાશભાઇ મગનભાઇ હઠીલા, કીરીટકુમાર નગીનભાઇ ગામીત, અનિલકુમાર રતનજીભાઇ ગામીત, મહેશભાઇ ઇશ્ર્વરભાઇ વસાવા, ગામીત સુનિલભભાઇ મુળજીભાઇ, અશોકભાઇ નવસીભાઇ ચોઘરી સહિતનાને પી.એસ.આઇ. તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે અને પુન: કોન્સ્ટેબલ તરીકે મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.