Abtak Media Google News

ભારતના રાજ્યોનો વિકાસ દર નોંધવા અને પ્રગતિમાં ક્યુ રાજ્ય આગળ છે અને ક્યુ રાજ્ય પાછળ તે બાબતની માહિતી માટે નીતિ આયોગ હેઠળ SDG (Sustainable Development Goals)રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. 3 જૂનના રોજ નીતિ આયોગ દ્વારા SDGનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ભારત સૂચકાંક 2020-21માં કેરળએ SDG રિપોર્ટમાં પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ રિપોર્ટમાં સૌથી ખરાબ પ્રદર્શન બિહારનું આંકવામાં આવ્યું છે.

દેશમાં ક્યાં રાજ્યોમાં કેટલો વિકાસ થયો અથવા જે વિકાસ થઈ રહ્યો છે તેના આધારે SDG રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય વિકાસના માંપદંડ પર SDG મૂલ્યાંકન રિપોર્ટ બહાર પડે છે.

એક રિપોર્ટ અનુસાર કેરળએ મૂલ્યાંકન રિપોર્ટમાં 75 અંક મેળવી ટોપના સ્થાને રહ્યું છે. જયારે 74 અંક સાથે હિમાચલ પ્રદેશ અને તામિલનાડુ બીજા સ્થાન પર આવ્યા છે. આ વર્ષના ભારત સૂચકાંકમાં બિહાર, ઝારખંડ અને આસામ સૌથી ખરાબ પ્રદર્શન કરતા રાજ્યો છે.

નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ગુરુવારે ભારત SDG ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ રજૂ કરી. કુમારે કહ્યું, ‘નીતિ આયોગ દ્વારા SDG પર નજર રાખવાના અમારા પ્રયત્નોની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. SDG પર સંયુક્ત સૂચનઆંકની ગણતરી કરીને દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વર્ગીકરણ માટે આ એક મહત્વનો ડેટા છે.’

આ સુચકઆંકની ગણતરી ડિસેમ્બર 2018માં શરૂ કરવામાં આવી હતી. SDGએ દેશમાં થઈ રહેલી પ્રગતિ પર દેખરેખ રાખવા માટેનું એક મુખ્ય અને મહત્વનું સાધન બની ગયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.