Abtak Media Google News

કંપનીએ અમેરિકી કોર્ટમાં નાદારી જાહેર કરવાનો કેસ દાખલ કર્યો, અગાઉથી જ પીડાતા ચીનના અર્થતંત્રને મોટો ફટકો

ચીન ઉપર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. કારણકે વધુ એક રિયલ એસ્ટેટ જાયન્ટ કંપની એવરગ્રાન્ડે 30 લાખ કરોડનું દેણું ફુક્યું છે.  આ કંપનીએ અમેરિકી કોર્ટમાં નાદારી જાહેર કરવાનો કેસ દાખલ કર્યો છે. કંપનીએ યુએસ બેન્કરપ્સી કોડના ચેપ્ટર 15 હેઠળ સુરક્ષા માગી છે. આ ચેપ્ટર અમેરિકામાં વ્યાપાર કરતા વિદેશી ક્રેડિટર્સ માટે છે, જેમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈઓ છે.

ચીનની રિયલ એસ્ટેટ ફર્મની નાદારીની ઘોષણા એવા સમયે આવી છે જ્યારે ચીનનું અર્થતંત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. અહેવાલો અનુસાર આ ચીની દિગ્ગજ કંપની પર લગભગ 300 બિલિયન ડોલરનું દેવું છે. આ કંપની વર્ષ 2021માં પણ તેની લોન ચૂકવવામાં ચૂકી ગઈ હતી. તે સમયે પણ કંપનીએ તેની નાણાકીય સ્થિતિ જાહેર કરી ન હતી. તેના ઠીક એક વર્ષ પછી એટલે કે વર્ષ 2022માં કંપનીના શેરને બિઝનેસમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યારબાદ કંપનીએ ગયા મહિને માહિતી આપી હતી કે તેને છેલ્લા 2 વર્ષમાં લગભગ 80 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. ચીનની ઘણી કંપનીઓ ખોટમાં ચાલી રહી છે, જોકે હવે કેટલીક કંપનીઓ આગળ આવી રહી છે અને તેમની ખોટ જાહેર કરી રહી છે.

અહેવાલો દર્શાવે છે કે હાલમાં ચીનની અર્થવ્યવસ્થા ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. ચીનમાં બેરોજગારીનો દર વધ્યો છે અને હાલત મોંઘવારી કરતા પણ ખરાબ છે. આ દરમિયાન એવરગ્રાન્ડેની નાદારી પણ સામે આવી રહી છે તેના પરથી ચીનની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. ચીનની અન્ય એક રિયલ એસ્ટેટ કંપનીએ છેલ્લા 6 મહિનામાં લગભગ 7.6 બિલિયન ડોલરનું નુકસાન કર્યું છે. રિયલ એસ્ટેટ કંપની ક્ધટ્રી ગાર્ડને પોતે આ માહિતી શેર કરી છે. ચીનની આર્થિક વૃદ્ધિ ધીમી પડતાં બેરોજગારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.