Abtak Media Google News

Vlcsnap 2018 10 02 13H05M08S152Vlcsnap 2018 10 02 13H04M40S162રાજકોટના રાજા મનોહરસિંહ જાડેજાના નિધન બાદ રણજીતવિલાસ પેલેસ ખાતે બેસણુ રાખવામાં આવ્યું હતુ જેના અર્થે ગુજરાતનાં મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ અને રાજનેતાઓએ ઉપસ્થિત રહી દાદાને શ્રધ્ધાંજલી પાઠવી હતી. સાથે રાજ પરિવારને આ સંકટ સમયે ભગવાન હિમંત આપે એવી પ્રાર્થના કરી હતી.

Advertisement

અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતુ કે મનોહરસિંહ જાડેજા એટલે કે દાદા કોંગ્રેસના નેતા હતા તેને કારણે નહિ પરંતુ ઉતમકક્ષાના ક્રિકેટર અને સાહિત્યકાર પણ હતા. દાદા જયાં સુધી રહ્યા ત્યાં સુધી વિધાનસભામાં સંસદીય પ્રણાલીના આજે પણ અમીરછાપ આજ દિવસ સુધી એમણે જાળવી રાખી છે. પ્રજા સાથે જીંદગીના છેલ્લા વર્ષો સુધી જોડાયેલા રહ્યા હતા.

શૈલેષ પરમારે જણાવ્યું કે દાદા પોતે એક રાજા હતા. રાજા હંમેશા રાજ કરે પરંતુ દાદાએ હંમેશા સેવા કરી છે. એમના આર્શીવાદ અને પ્રેમ મારા પરિવારને હંમેશા મળતો રહ્યો છે.

વિધાનસભાની કામગીરીના પાઠ પણ દાદાએ મને શિખવાડયા છે.દાદાના જવાથી એક મહાન પાર્લમેન્ટ્રી ગુમાવ્યાનો અહેસાસ છે. આજના પ્રસંગે હું તેમના પરિવારને શોકાંજલી પાઠવું છું.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતુ કે પરમ વીર મનોહરસિંહ દાદાના જવાથી રાજકોટે ઉતમમાં ઉતમ રાજકીય પુરૂષ ગુમાવ્યા છે. બેસ્ટ પાર્લામેન્ટ્રી હતા કે જેમની વાણીમાં કયારેય તોછડાઈ ન હોય રાજકોટ અને ગુજરાતને ન ભરી શકાય એવી મોટી ખોટ છે. રાજકોટમાં એમની સેવાઓ અનન્ય રહી છે.

સાહિત્યકાર બિહારીદાન ગઢવી જણાવ્યું કે રાજકોટના રાજવી પ્રતિષ્ઠિત રાજપુરૂષ અને તેવા સનિષ્ઠ કાર્યકર જેમણે હુલામણા નામથી ‘દાદા’ કહીએ છીએ એવા પૂજય મનોંહરસિંહજી જાડેજાનું નિદાન થયું તેનાથી એક રાજકીય ખોટતો છે જ પણ એક જબરજસ્ત રાજવીર ખોયાનો આખો યુગ અસ્ત થયાનો આપણને અહેસાસ થાય દાદાની આત્માને પરમ શાંતી મળે અને પરિવારને માં આશાપુરા હિંમત આપે એવી પ્રાર્થના

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું કે ખાસ કરીને રાજકોટના મોભી અને રાજ પરિવારના વડા કહી શકાય દાદા એ રાજકીય જીવનમાં ઘણા વર્ષો લોકોની સેવા કરી છે. પાંચ પાંચ ટ્રમ જે ધારાસભ્ય રહ્યા હોય તો પણ છેવાડા વાળા માનવીની હંમેશા સેવા કરવા માટે તત્પર હોય જયારે લોકો રાજ મહેલ આવે ત્યારે આવકારવાથી જ થાક ઉતરી જાય. એવા દાદાને હું શ્રધ્ધાંજલી અર્પૂ છું પ્રભુના ચરણોમાં પ્રાર્થના ક‚ છું કે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.