Abtak Media Google News

વર્તમાન સમયે આયાતી સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક સાધનો સહિતની ૫૦ વસ્તુઓમાં પાંચથી દસ ટકા સુધીનું આયાત લાદવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે કરેલી હાકલ બાદ નિકાસ વધે અને આયાત ઘટે તે માટે પગલાં લેવાઇ રહ્યા છે. ઉપરાંત ઘર આંગણે જ ઉત્પાદન થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘર આંગણે બનતા સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ સસ્તા રહે, જ્યારે ઈમ્પોર્ટેડ વસ્તુઓ મોંઘી બને તેનાથી ઘર આંગણાના ઉત્પાદન એકમોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ૧૦ ટકા સુધી આયાત સુરત લાદવામાં આવશે. જેનાથી આવક ૨૦૦ ટ્રીલિયનથી વધીને ૨૧૦ ટ્રીલિયન સુધી પહોંચશે તેવી અપેક્ષા છે. ફર્નિચર અને ઇલેક્ટ્રિક વાહનો ઉપર પણ સરકાર આયાતો શુલ્ક વધારી શકે છે. હજુ આ મામલે અંતિમ નિર્ણય લેવાયો નથી અલબત્ત આત્મનિર્ભર ભારત યોજના હેઠળ આ નિર્ણય વધુ આવક રળી આપવાની સાથોસાથ સ્થાનિક ઉદ્યોગોને પણ ઉભું થવા મદદરૂપ બનશે. ગત વર્ષે બજેટમાં ભારત સરકારે પગરખા, ફર્નિચર, રમકડા, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઉપર ૨૦ ટકા સુધી ઈમ્પોર્ટ ટેક્સ વધાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.