Abtak Media Google News

જીએસટી દરમાં રાહત ઇચ્છતું ફૂડ ડીલીવરી સેક્ટર

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટની તૈયારી પૂરબહારમાં ચાલી રહી છે અને બેઠકોના દોર શરૂ થઈ ગયા છે જેમાં અલગ અલગ સેક્ટરો દ્વારા થઈ રહેલી રજૂઆતો અંગે મંથન ચાલી રહ્યું છે. કોરોના કાળમાં સૌથી વધુ નુકસાની ભોગવનાર ધંધાર્થીઓ વધુ રાહતની માંગણી કરી રહ્યા છે ત્યારે ફૂડ ડીલીવરી સેક્ટરે પણ જીએસટી દરોમાં રાહતની માંગ ઉચ્ચારી છે.

ફૂડની હોમ ડિલિવરી ઉપર વર્તમાન સમયે ૧૮ ટકા જીએસટી લાગે છે, જે ઘટાડીને ૫ ટકા કરવામાં આવે તેવી માંગણી રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી સેકટરની છે. આ સેકટર ૩૦૦ બિલિયન ડોલરનું છે. ગ્રાહકો જે ફૂડ રેસ્ટોરન્ટમાં બેસીને ખાય છે તેના ઉપર ૫ ટકા જીએસટી લાગે છે જ્યારે આ જ ફૂડની હોમ ડિલિવરી થાય તો તેના પર ૧૮ ટકા જીએસટી લાગે છે! વર્તમાન સમયે દેશમાં online food delivery ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે જોકે, જીએસટી માટેની અસમાનતા મુદ્દે પગલાં લેવામાં આવે તેવું પણ ઈચ્છી રહ્યું છે. કોરોના મહામારીના કારણે ફૂડ ડિલિવરી સેક્ટરને ગંભીર ફટકો પડ્યો હતો, અધૂરામાં પૂરું જીએસટી અને ભાવ વધારાને લાત પણ લાગી હતી. બીજી તરફ રેસ્ટોરન્ટને ઊંચું કમિશન ચૂકવવું પડતું હોવાની મુશ્કેલી પણ મળી હતી. આવી સ્થિતિમાં બજેટ દરમિયાન ફૂડ ડિલિવરી સેક્ટરને જીએસટીમાં રાહત મળે તેવી માંગ થઈ છે.

“ભારતમાં ઓનલાઈન ફૂડ ક્ષેત્ર કૂદકો લગાવી રહ્યુ છે. હાલમાં તેની કિંમત 2.94 અબજ ડોલર છે. અને તે દર વર્ષે 22%ના વધારાથી વૃધ્ધિ કરી રહ્યું છે. જોકે, જીએસટીને કારણે ઊભી થતી વેરાની મુશ્કેલીઓ આ વૃદ્ધિ માટે અવરોધ બને તેવી સંભાવના છે તેમ ફુઝા ફૂડ્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, ડિબેન્દુ બેનર્જીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.